
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના નીંદકાપૂર્વ માર્ગ ઉપરથી ચોરીની બોલેરો જીપમાં પસાર થતાં એક આરોપી માઉઝર પિસ્ટલ સાથે સુખસર પોલીસે ઝડપ્યો:ત્રણ ફરાર
ઝડપાયેલા આરોપી પૈકી એક ફતેપુરા તાલુકાના મોટાનટવાનો વતની છે:ફરાર ત્રણ આરોપીઓમાં એક મોટાનટવાનો તથા એક આફવા ગામનો છે જ્યારે બાળ સંઘર્ષમાં આવેલ ત્રીજો આરોપી સંતરામપુર તાલુકાનો છે
રાજસ્થાનના સલ્લોપાટ થી બોલેરો જીપ ચોરી કરી ફરાર થઈ રહેલા ચાર તસ્કરો સામે ગુનો દાખલ કરાયો
સુખસર પોલીસે ચોરીની બોલેરો સહીત માઉઝર પિસ્ટલ,મોબાઈલ મળી કુલ 3 લાખ 13 હજારનો મુદ્દામાલ કબજે લીધો
ઝડપાયેલા આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા
સુખસર,તા.17
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલાની સીધી નિગરાણી હેઠળ જિલ્લાના પોલીસ સ્ટેશનના જવાબદારોને મળેલી સૂચના અનુસાર ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા ગુનેગારોને જેર કરવાની દાહોદ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં આપવામાં આવેલ સુચના મુજબ ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસની સતર્કતા કારણે ગુન્હાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અને નાના-મોટા ગુના આચરતા તત્વો ઉપર ગાળીયો કસાતા ગુનેગારો પોલીસ પકડમાં આવી રહ્યા છે.તેવી જ રીતે શનિવારના રોજ સુખસર પાસે આવેલા નીંદકાપૂર્વ માર્ગ ઉપરથી ચોરીની બોલેરો જીપમાં પિસ્ટલ સાથે પસાર થતાં ચાર આરોપીઓ પૈકી એક આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાનું જ્યારે ફરાર ત્રણ આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશન પી.એસ.આઇ,જી.બી.ભરવાડ, અ.પો.કો.પીન્ટુભાઇ સુભાષભાઈ,
અ.પો.કો.મહેશભાઈ ભુરસીંગભાઇ નાઓ શનિવાર સવારના 11:30 વાગ્યાના અરસામાં પેટ્રોલિંગમાં નીકળેલ હતા.તે દરમ્યાન પોલીસને હકીકત મળેલ કે બોલેરો ગાડી નંબર-જીજે.17-સીએ.1440 માં ચાર ઈસમો ગેરકાયદેસર હથિયાર રાખી આમલીખેડા ગામ તરફ આવવાના રસ્તે આવનાર હોવાની બાતમી હકીકત મળી હતી.ત્યારે બે પંચના માણસોને બોલાવી હકીકતથી વાકેફ કરી પંચમાં રહેવા જણાવેલ અને પંચો ને સાથે રાખી આમલીખેડા જાહેર રોડ ઉપર તળાવમાં રસ્તાની બાજુમાં પંચો સાથે છુપી રીતે પોલીસ વોચમાં ઉભા રહ્યા હતા.થોડીવારમાં વર્ણન વાળી બોલેરો ગાડી આવતાં આ ગાડીને પોલીસે ઉભી રાખવાનો ઈશારો કરતા ચાલક પોતાના કબજાની ગાડીને પુરાપાટ દોડાવી ભગાવી જવાની કોશિશ કરતા પોલીસે પીછો કર્યો હતો.ત્યારે આગળ જતાં બોલેરો ગાડી રસ્તા ઉપર લોખંડની રેલિંગ ઉપર ચડાવી દેતા ગાડી ઉભી રહી ગઈ હતી.
જેમાંથી ત્રણ ઇસમો ભાગી જવામાં સફળ રહ્યા હતા.જ્યારે આ ગાડીનો ચાલક ઉતરીને ભાગવા જતાં પોલીસે કોર્ડન કરીને તેને ઝડપી લીધો હતો.અને તેનું નામ ઠામ પૂછતા પોતે અજમલભાઈ બચુભાઈ કિશોરી રહે.મોટાનટવા,તા.ફતેપુરા નો હોવાનું જણાવેલ જ્યારે ભાગી છૂટેલા ઈસમોના નામઠામ પૂછતાં (૧) સુનિલભાઈ પારસીગભાઈ જાતે માલીવાડ રહે.મોટા નટવા,તા.ફતેપુરા (૨) એક બાળ સંઘર્ષમાં આવેલ કિશોર તા.સંતરામપુર (૩)કાળુભાઈ રહે.આફવાનો હોવાનું જણાવેલ.જ્યારે ઝડપાઈ ગયેલ અજમલ કિશોરીની અંગ જડતી કરતા શર્ટ ઉંચો કરી જોતા પેન્ટના નેફામાં જોતાં એક માઉજર પિસ્ટલ મળી આવેલ હતી.જે હાથ બનાવટની પિસ્ટલની ચકાસણી કર્યા બાદ પોલીસે કબજે લીધેલ હોવાનું જાણવા મળે છે. જ્યારે ભાગી છૂટેલા પ્રવીણ દામાને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. તેમજ ઝડપાયેલા આરોપીઓ પાસેથી માઉઝર પિસ્તોલની કિંમત રૂપિયા 3000/-ગુનાના કામે ઉપયોગમાં લીધેલ બોલેરો જીપની કિંમત રૂપિયા 300,000 તથા મોબાઈલ નંગ 2 જેની કિંમત રૂપિયા 10,000/- મળી કુલ કિંમત રૂપિયા 3,13,000 નો મુદ્દામાલ સુખસર પોલીસે કબજે કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
સુખસર પોલીસે બોલેરો ગાડીમાં માઉઝર પિસ્ટલ સાથે ગેરકાયદેસર રીતે દેશી હાથ બનાવટનો માઉઝર પિસ્ટલ પોતાના કબજામાં રાખી તે હથિયાર રાખવામાં એકબીજાના સહભાગી બનતા આરોપીઓ (1) અજમલભાઈ બચુભાઈ કિશોરી રહે.મોટાનટવા,તા.ફતેપુરા,(2 ) સુનિલભાઈ પાર્સિંગભાઈ માલીવાડ રહે.મોટાનટવા,(3)કાળુભાઈ રહે. આફવા,તા.ફતેપુરા,જી.દાહોદ તથા (4) બાળ સંઘર્ષમાં આવેલ કિશોર તા.સંતરામપુર જી.મહીસાગર નાઓની વિરુદ્ધમાં ધી આર્મસ એક્ટ કલમ-25 (1)(બી)(એ) તથા ઇ.પી.કો. કલમ 114 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.