કલ્પેશ શાહ :- સીંગવડ
લોકસભા ચૂંટણી સંદર્ભે સિગવડમાં સ્થાનિક પોલીસ તેમજ સીઆરપીએફ જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ.
સીંગવડ તા. ૧૬
સિંગવડ નગર ખાતે રણધીપુર પીએસઆઇ તથા પોલીસ સ્ટાફ અને સી.આઇ.એસ.એફ ના જવાનો દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. જેમા આગામી લોકસભાની ચૂંટણીના પડઘમ ચાલુ થઈ ગયા હોવાના સાથે પોલીસ તંત્ર પણ ચૂંટણીના કામમાં લાગી જતા કાયદો અને વ્યવસ્થા ને ધ્યાનમાં રાખીને રણધીપુર પોલીસ સ્ટેશન ના પીએસઆઇ જી બી રાઠવા તથા સ્ટાફ અને સી.આઇ.એસ.એફના જવાનો દ્વારા સિંગવડ નગરમાં પીપલોદ રોડ ચુંદડી રોડ તથા નીચવાસ બજારમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી