Friday, 18/10/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં બોર્ડની જાહેર પરીક્ષાઓનો શાંતિ-શૌહાર્દપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ

March 11, 2024
        721
દાહોદ જિલ્લામાં બોર્ડની જાહેર પરીક્ષાઓનો શાંતિ-શૌહાર્દપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ

દાહોદ જિલ્લામાં બોર્ડની જાહેર પરીક્ષાઓનો શાંતિ-શૌહાર્દપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ

જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં અધિકારીઓ સહિત સ્વૈચ્છિક સંસ્થાઓએ પરીક્ષાર્થીઓને ગુલાબના પુષ્પ આપી સાકરથી મોઢું મીઠું કરાવીને શ્રેષ્ઠ દેખાવની શુભેચ્છા પાઠવી

આજથી પ્રારંભાયેલી બોર્ડની બંને જાહેર પરીક્ષાઓમાં જિલ્લાભરની શાળાઓમાં નોંધાયેલા કુલ-૬૫૪૫૦ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે

દાહોદ:- તા. ૧૧

દાહોદ જિલ્લામાં બોર્ડની જાહેર પરીક્ષાઓનો શાંતિ-શૌહાર્દપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થયેલી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) ની જાહેર પરીક્ષાઓનો દાહોદ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. બોર્ડની આ જાહેર પરીક્ષાઓના પ્રારંભે આજે સવારે ધોરણ-૧૦ના પરીક્ષાર્થીઓને જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સુરેન્દ્ર દામા, સહિત સ્વૈચ્છિક સંસ્થાના હોદ્દેદારશ્રીઓ, શાળાના સ્ટાફગણ વગેરેએ પણ પરીક્ષાર્થીઓને ગુલાબના પુષ્પો આપી સાકરથી મોઢું મીઠું કરાવીને પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ સાથે ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

દાહોદ જિલ્લામાં બોર્ડની જાહેર પરીક્ષાઓનો શાંતિ-શૌહાર્દપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ

 

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે એ જણાવ્યું હતું કે, આજથી બોર્ડની પરીક્ષાની શરૂ થઈ છે. પરીક્ષાના પ્રારંભે બાળકોનું મનોબળ વધારવા માટે તેમને શુભેચ્છા પાઠવી છે. દાહોદ જિલ્લામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, તેમના માટે વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખાસ કરીને પાણીની વ્યવસ્થા, તમામ કેન્દ્રોમાં ચોખ્ખા ટોયલેટ, આરોગ્યની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. આ વખતે રિઝલ્ટ પણ ખૂબ સારું રહેશે તેવી આશા પણ કલેક્ટરશ્રીએ વ્યક્ત કરી હતી.જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા સાથે. વિદ્યાલયમાં ઊભા કરાયેલા સીસીટીવી કન્ટ્રોલ રૂમનું નિરિક્ષણ કર્યું હતું. 

દાહોદ જિલ્લામાં ધોરણ-૧૦ માં જિલ્લાના ૩૫ પરીક્ષા કેન્દ્રો ખાતે ૪૨૩૯૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેના માટે 139 પરીક્ષા બિલ્ડીંગોમાં 1413 બ્લોક નક્કી કરાયા છે. જ્યારે ધોરણ- ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 19 પરીક્ષા કેન્દ્રો ખાતે 20880 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં બેસશે, જેના માટે 63 બિલ્ડીંગમાં 696 બ્લોક નક્કી કરાયા છે. તેવી જ રીતે ધોરણ- ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં 3 કેન્દ્રો છે. 109 બ્લોકમાં 2180 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. 

બોર્ડની આ જાહેર પરીક્ષા માટે સમગ્ર જિલ્લામાં તમામ પ્રકારનો પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પેપર લાવવા-લઈ જવાની વ્યવસ્થામાં હથિયારધારી પોલીસ જવાનોની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવા સાથે જરૂરી પ્રાથમિક સારવારની પુરતી દવાઓની પણ સુવિધા કરવામાં આવી છે.  

૦૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!