Thursday, 28/03/2024
Dark Mode

મહારાષ્ટ્રના ધારાસભ્ય ને ત્યાં થયેલ લૂંટનો મુદામાલ વેચાણ અર્થે લેનાર દાહોદ તેમજ લીમડીના સોનીને પુણે પોલીસે દબોચ્યો,વેપારીઓની અટકાયતના વિરોધના પગલે બપોર બાદ તમામ જવેલર્સની દુકાનો બંધ થતાં અનેક તર્ક વિતર્કો વહેતા થયા.

October 20, 2021
        5549
મહારાષ્ટ્રના ધારાસભ્ય ને ત્યાં થયેલ લૂંટનો મુદામાલ વેચાણ અર્થે લેનાર દાહોદ તેમજ લીમડીના સોનીને પુણે પોલીસે દબોચ્યો,વેપારીઓની અટકાયતના વિરોધના પગલે બપોર બાદ તમામ જવેલર્સની દુકાનો બંધ થતાં અનેક તર્ક વિતર્કો વહેતા થયા.

રાજેન્દ્ર શર્મા /જીગ્નેશ બારીયા :- દાહોદ 

મહારાષ્ટ્રના ધારાસભ્ય ને ત્યાં થયેલ લૂંટનો મુદામાલ વેચાણ અર્થે લેનાર દાહોદ તેમજ લીમડીના સોનીને પુણે પોલીસે દબોચ્યો

લૂંટનો મુદ્દામાલ લેનાર બન્ને સોનીઓની ધરપકડથી સરાફા વેપારીઓમાં ફફડાટ, વિરોધના પગલે બપોર બાદ તમામ જવેલર્સની દુકાનો બંધ થતાં અનેક તર્ક વિતર્કો વહેતા થયા.

 મહારાષ્ટ્રના ધારાસભ્ય ને ત્યાં થયેલ લૂંટનો મુદ્દામાલ લીમડીના વેપારી તેમજ લીમડીના વેપારીએ દાહોદના એમ.જી.રોડ સ્થિત એક જ્વેલર્સ એ વેચાણ અર્થે લીધો હોવાની કબૂલાત બાદ મહારાષ્ટ્ર પોલીસના બે દિવસથી દાહોદમાં ધામા નાખ્યા હતા.

દાહોદ તા.૨૦

મહારાષ્ટ્રના ધારાસભ્યને ત્યાં થયેલ લૂંટના મામલામાં પુણે પોલીસના છેલ્લા બે દિવસથી લીમડી તેમજ દાહોદ શહેરમાં ધામા નાખ્યા હતા.જેમાં ધારાસભ્ય ને ત્યાં થયેલ લૂંટનો સોના ચાંદીનો મુદ્દામાલ લીમડી તેમજ દાહોદના સોનીને ત્યાં વેચવામાં આવ્યો હોવાની આરોપીઓ દ્વારા કબુલાત કરાતા પુણે પોલીસે લીમડી તેમજ દાહોદ શહેરના એમજી રોડ ખાતેથી લૂંટનો મુદ્દામાલ લેનાર સોનીને દબોચી લેતા શહેરના શ્રોફ બજારમાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યું છે.

મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, મહારાષ્ટ્રના પુણેમાં એક ધારાસભ્યના ત્યાં ઘરફોડ ચોરીનો બનાવ બનવા પામ્યો હતો. આ ચોરીમાં કેટલાંક આરોપીઓને પુણેની પોલીસે ઝડપી પણ પાડ્યાં હતાં. ઘરફોડ ચોરીમાં ચોરી કરવામાં આવેલ દાગીનાની ચોરોએ કબુલાત પણ કરી હતી અને આ સોનાના ઘરેણાં લીમડીના વેપારીને વેચાણ માટે આપ્યા હોવાનું જણાવતા પુણે પોલીસે આરોપીઓને સાથે રાખી છેલ્લા બે દિવસથી દાહોદમાં ધામા નાખ્યા હતા. અને પ્રથમ લીમડી ના વેપારીની અટકાયત બાદ પૂછપરછ કરતા લીમડીના વેપારીએ ચોરીનો માલ દાહોદના એક વેપારીને વેચ્યાં હોવાનું સામે આવતાં મહારાષ્ટ્રની પુણે પોલીસે દાહોદ શહેરના એમ.જી. રોડ પરના સોનીને ત્યાં ઘરેણાં વેચ્યાંની કબુલાતને ધ્યાનમાં રાખી એમ.જી. રોડના એક વેપારીની અટકાયત કરવામાં આવી હતી. આ સમાચાર વાયુવેગે દાહોદ શહેરમાં ફેલાતાં ખળભવાટ સાથે ચકચાર મચી જવા પામ્યો હતો અને ખાસ કરીને દાહોદના શ્રોફ બજારના વેપારીઓમાં ફફડાટ સાથે ચકચાર મચી જવા પામી હતી. આ મામલે આજરોજ દાહોદ શહેરના શ્રોફ બજારો એકાએક બંધ જાેવા મળતાં સ્તબ્ધતા વ્યાપી હતી. દાહોદના વેપારીઓની મહારાષ્ટ્રની પુણેની પોલીસે અટકાયત કર્યાંના બનાવને પગલે દાહોદના શ્રોફ બજારમાં ચહલ પહલ બંધ જાેવા મળી હતી સાથે જ અનેક તર્કવિતર્કાેએ પણ જન્મ લીધો હતો.

—————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!