લીમખેડા વિધાનસભાની લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત દાસા મુકામે યોજાઇ..
લીમખેડા તા.૨
લીમખેડા વિધાનસભાના લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લાના દાસા સમાજ ઘર ખાતે કાર્યશાળા યોજાય જેમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદ વહુનીયા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખો દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ઉપાધ્યક્ષ એન.ડી.પટેલ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મહેન્દ્ર પટેલ બક્ષીપંચ મોરચાના પ્રમુખ સરદારસિંહ જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત સદસ્યો તથા સિંગવડ ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સિંગવડ તાલુકાના 102 બુથો માં જે લાભાર્થીઓને લાભ મળ્યો એવા લાભાર્થીઓનો સંપર્ક કરીને તેમને પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલા લાભોની જાણકારી આપવામાં આવશે જેમાં પ્રધાનમંત્રી આવાસ શૌચાલય આયુષ્માન જન આરોગ્ય યોજના મુખ્યમંત્રી અમૃત વાત્સલ્ય યોજના વગેરે સરકાર દ્વારા આપવામાં આવતા લાભોની જાણકારી આપવામાં આવશે.