સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ખાતે રિમોટ સેન્સિંગ અને ડ્રોન ઈકોસિસ્ટમ, રૂલ્સ અને રેગ્યુલેશન પર સેમિનાર યોજાયો

Editor Dahod Live
1 Min Read

સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ખાતે રિમોટ સેન્સિંગ અને ડ્રોન ઈકોસિસ્ટમ, રૂલ્સ અને રેગ્યુલેશન પર સેમિનાર યોજાયો

દાહોદ તા. ૧

સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ખાતે ડ્રોન ઈકોસિસ્ટમ, રૂલ્સ અને રેગ્યુલેશન વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

     આ સેમિનાર દરમ્યાન ડ્રોન લાઇસન્સ, ડ્રોનની ઉપયોગિતા વિશે વિદ્યાર્થીઓને સમજની સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડ્રોનના પ્રકાર, રિમોટ સેન્સિંગ સેટેલાઇટ વિષય પર શ્રી મુકેશ ગુપ્તા દ્વારા વિસ્તૃતમાં માહિતી આપી સમજાવવા આવ્યું હતું. આ સેમિનારમાં વિદ્યાર્થીઓને સેટેલાઇટ દ્વારા ઇમેજના ઉપયોગ વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજર રહી સેમિનારનો લાભ લઇ ડ્રોનના સંચાલન અંગે માહિતગાર થયા હતા.

૦૦૦

Share This Article