
સિંગવડ તાલુકાની 12 ગ્રામ પંચાયતો તથા 2 વિભાજન કરેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી ન યોજાતા ગામોનો વિકાસ રૂંધાયો
સીંગવડ તા. ૧
સિંગવડ તાલુકાની પીપળીયા(ર) આરોડા ખૂટા ધામણબારી છાપરવડ હિરાપુર કટારાની પાલ્લી અને મંડેર ગ્રામ પંચાયતની મુદત 1 5 2022 થી 18 5 2022 સુધીમાં પૂરી થઈ ગઈ હોય અને આ ગ્રામ પંચાયતોને 22 મહિના જેવા થવા આવ્યા છતાં આ ગ્રામ પંચાયતની ચૂંટણી નહીં તથા આ ગ્રામ પંચાયતોના ગામોનો વિકાસ રૂંધાયો હોય તેમ છે જ્યારે આ ગ્રામ પંચાયતોની ઇલેક્શન કરી દેવામાં આવે તો તેમને પણ તેમના ગામોમાં વિકાસના કામો થઈ શકતા પરંતુ આ ગામોના સરપંચ નહિ હોવાથી જે કામો કરવાનો હોય તે કરી શકાયા નથી જ્યારે આ ગામોમાં વહીવટદાર હોય છે પરંતુ તે તેમના હિસાબે કામ કરતા હોય છે જ્યારે સરપંચ હોય તો આખા ગામમાં કેવા કામો કરવાના અને સરકારી કામો કેવી રીતના કરવાની ખબર હોય તે કરી શકે તેમ છે પરંતુ સરકારી તંત્ર દ્વારા સિંગવડ તાલુકા ના 12 ગામોની ગ્રામ પંચાયતની ચૂંટણી નહીં કરીને તે ગામોને વિકાસમાંથી વંચિત રહ્યા હોય તેમ લાગી રહ્યું છે જ્યારે સિંગવડ તાલુકાના મછેલાઈ જામદરા ભીલપાણિયા પહાડ જે 26 11 2023 ના રોજ પંચાયતની મુદત પૂર્ણ થઈ ગઈ હોય તે ગ્રામ પંચાયતો માં પણ ચૂંટણી કરી દેવામાં આવેતો વહીવટદાર ની જગ્યાએ જે તે ગામના સરપંચ આવે તો સરકારમાંથી મળતા લાભો ને તે લોકો સુધી પહોંચાડી શકે અને ગ્રામ પંચાયતોનો વિકાસ થઈ શકે તેમ છે જ્યારે સિંગવડ તાલુકામાં જાલીયાપાડા તથા તોયણી ગામને વિભાજન કરી છૂટી ગ્રામ પંચાયતનો દરજ્જો આપવામાં આવ્યો છે જો આ ગ્રામ પંચાયતને પણ સાથે રહી ચૂંટણી કરી દેવામાં આવે તો ગ્રામ પંચાયતોના વિકાસ અટકે નહી અને જે તે ગ્રામ પંચાયતમાં સરકારમાંથી આવતા કામોની ગ્રામ પંચાયત દ્વારા કામ કરી શકે તેમ છે ગ્રામ પંચાયતો નું ચૂંટણી નથી થયુ.