બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા આર્ટસ કોલેજ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો
ફતેપુરા કોલેજમાં અભ્યાસ કરતા 498 જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનોએ યોગ સંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો
સુખસર,તા.૧
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ફતેપુરા તાલુકામાં આર્ટ્સ કોલેજ ફતેપુરા ખાતે યોગ સંવાદ કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય ઉપસ્થિતિ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનાં ઝોન કોડીનેટર શ્રીમતિ પિન્કીબેન મેકવાન,ફતેપુરા તાલુકા યોગ કોચ ધુળાભાઈ પારગી,ગરબાડા તાલુકા યોગ કોચ રાહુલ કુમાર પરમાર,માજી સરપંચ જગોલા બદજીભાઈ બરજોડ,ફતેપુરા આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ચરપોટ,કોલેજના પ્રોફેસર,પ્રોફેસર બહેનો,ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર ભાઈ-બહેનો તેમજ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ- બહેનો સાથે મળી અંદાજિત 458 જેટલી સંખ્યાએ ભાગ લીધો હતો.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોડીનેટર પિન્કીબેન મેકવાનને યોગ વિશે માહિતી આપી હતી તેમજ યોગ કરવાથી થતા લાભ વિશે ઉપસ્થિત ભાઈ બહેનોને માહિતગાર કરવામાં આવ્યા હતા.અત્યારના સમયમાં યોગની જરૂરિયાત વિશે ખૂબ જ સરસ રીતે માહિતી આપી આસનો અને પ્રાણાયામ વિશે જાણકારી આપી હતી. કોલેજના યુવા ભાઈ-બહેનોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં યોગ ટ્રેનર તરીકે જોડાવા માટે માહિતી આપી જેમાં 165 ભાઈ-બહેનો યોગ ટ્રેનર બનવા માટે તૈયાર થયા હોવાનું પણ જાણવા મળે છે.
છેલ્લે ફતેપુરા તાલુકા યોગ કોચ ધુળાભાઈ પારગીએ યોગ એ માત્ર કસરત પૂરતો નથી પરંતુ યોગ મનુષ્યને જીવન જીવવાની પ્રેરણા આપે છે.અને”કરો યોગ, રહો નિરોગી”વગેરે સુત્રો દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમને પુર્ણાહુતિ આપવામાં આવી હતી.