Sunday, 08/09/2024
Dark Mode

દાહોદમાં પંચાલ સમાજ દ્વારા ભગવાન વિશ્વકર્માની ભવ્ય શોભાયાત્રા યોજાઇ

February 22, 2024
        600
દાહોદમાં પંચાલ સમાજ દ્વારા ભગવાન વિશ્વકર્માની ભવ્ય શોભાયાત્રા યોજાઇ

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં પંચાલ સમાજ દ્વારા ભગવાન વિશ્વકર્માની ભવ્ય શોભાયાત્રા યોજાઇ

મહિલાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી

દાહોદ તા.21

દાહોદમાં પંચાલ સમાજ દ્વારા ભગવાન વિશ્વકર્માની ભવ્ય શોભાયાત્રા યોજાઇ

દાહોદ શહેરમાં પંચાલ સમાજ નવયુવક મંડળ દ્વારા શ્રી વિશ્વકર્મા જયંતિ મહોત્સવ અંતર્ગત શહેરના શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે દાહોદ શહેરમાં શ્રી વિશ્વ કર્મા ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા શહેરમાં નિર્ધારિત માર્ગો પર ફરી હતી. જેમાં મોટી સંખ્યામાં પંચાલ સમાજના વયોવૃધ્ધથી લઈ બાળકો અને મહિલાઓ હાજર રહી રહી ત્યારે શોભાયાત્રામાં મહિલાઓએ રાસ, ગરબાની વિશેષ રમઝટ બોલાવી હતી.

દાહોદમાં પંચાલ સમાજ દ્વારા ભગવાન વિશ્વકર્માની ભવ્ય શોભાયાત્રા યોજાઇ

ભગવાન વિશ્વકર્મા જયંતિ મહોત્વ નિમિત્તે આજ રોજ દાહોદ શહેરમાં ચેતના સોસાયટીમાં આવેલ શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું પંચાલ નવયુવક મંડળ, દાહોદ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તારીખ 21મી ફેબ્રુઆરીના રોજ પંચાલ સમાજની વાડી, ચેતના સોસાયટી, દાહોદ ખાતે આનંદ મેળો તથઆ ઈનમા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં પંચાલ સમાજના સૌ બાળકો તેમજ જ્ઞાતિબંધુઓને આનંદમેળામાં ખાણીપીણીના સ્ટોલ તેમજ આનંદ-પ્રમોદના સાધનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે બીજા દિવસે એટલે કે આજરોજ તારીખ 22મી ફેબ્રુઆરીના રોજ શ્રી વિશ્વ કર્મા જયંતિ મહોત્સવ નિમિત્તે શ્રી વિશ્વકર્મા ભગવાનનો કેશન દુધથી અભિષેક, શ્રી વિશ્વકર્મા ભગવાનનું પૂજન, અલ્પાહાર, શ્રી વિશ્વકર્મા ભગવાનની શોભાયાત્રા દાહોદ શહેરમાં વાજતે ગાજતે કાઢવામાં આવી હતી.આ શોભાયાત્રા શ્રી વિશ્વકર્મા મંદિરથી નીકળી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. શોભાયામાં સમાજના તમામ લોકો હાજર રહ્યાં હતાં ત્યારે શોભાયાત્રામાં મહિલાઓની રાશ, ગરબા મંડળીએ વિશેષ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું. શોભાયાત્રા નિર્ધારિત માર્ગો પર ફરી પરત મંદિરે ફરી હતી. ત્યાર બાદ પ્રાંસગિક પ્રવચન, ધજાઓરોહણ, થાળ તથા મહાઆરતી તેમજ મહાપ્રસાદ જેવા કાર્યક્રમો યોજાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!