Wednesday, 04/12/2024
Dark Mode

દાહોદમાં મગજનો લકવો, ધીમો ઓટીઝમથી પીડીત ૩૬૭ બાળકો મળ્યા…

February 5, 2024
        589
દાહોદમાં મગજનો લકવો, ધીમો ઓટીઝમથી પીડીત ૩૬૭ બાળકો મળ્યા…

દાહોદમાં મગજનો લકવો, ધીમો ઓટીઝમથી પીડીત ૩૬૭ બાળકો મળ્યા…

0 થી 6 વર્ષના 367 અને 6થી 18 વર્ષના 119 મળ્યા..

દાહોદ તા.૦૫

દાહોદમાં મગજનો લકવો, ધીમો ઓટીઝમથી પીડીત ૩૬૭ બાળકો મળ્યા...

આમ તો જન્મ થયા બાદ સ્વસ્થ જોવાતુ બાળક પણ ગંભીર બીમારીથી પીડાતું હોઇ શકે છે પરંતુ દેખીતીરીતે બીમારીની ખબર પડી શકતી નથી. ક્યારેક બાળકનું વર્તન ગંભીર બીમારીના સંકેત આપે છે.પરંતુ તેને બાળકની કાલીવાલી હરકતો ગણીને ખુશ થવાય છે.બીમારીની ખબર પડે છે ત્યારે ઘણી વાર થઇ ગઇ હોય છે. ત્યારે સંપૂર્ણ પરાવલંબિ બને તે પહેલાંજ આવા બાળકોની પ્રારંભથી જ સારવાર શરૂ થાય અને તેઓ પણ સમાજની મુખ્ય ધારામાં રહી શકે તે માટે દાહોદ જિલ્લામાં એક વર્ષ પહેલાં આરોગ્ય વિભાગ હસ્તક ડિસ્ટ્રિક્ટ અર્લી ઈન્ટરવેન્શન સેન્ટર(DEIC)નો પ્રારંભ કરાયો હતો. આ સેન્ટરની જવાબદારી સરકારી ફિઝિયોથેરાપીસ્ટડો.નેહા પરમારને સોંપી હતી.

દાહોદમાં મગજનો લકવો, ધીમો ઓટીઝમથી પીડીત ૩૬૭ બાળકો મળ્યા...

ત્યારે ઇન્ચાર્જ સીઓએમઓ ડો. નિના વાળાના માર્ગદર્શનમાં ડો.નેહા પરમાર સાથે સોશિયલવર્કર અતુલ શ્રીમાળી, સ્પેશિયલ એજ્યુકેટર હિતેશ પંચાલ અને પ્રકાશ બારીયા સહિતની ટીમદ્વારા આવા બાળકોની શોધખોળ શરૂ કરી હતી.શારીરિક વિકાસ, બાળકની હરકત સહિતના લક્ષણો જોઇને કરાતી તપાસમાં કોઇ બાળક મગજના લકવાથી પીડાય છે તો કોઇ ઓટીઝમનો શિકાર છે, તો કોઇ બાળકનો વિકાસ જ બરોબર નથી થઇ રહ્યો તે સાંભળીને તેમના માવતર પણચોંકી ઉઠતા હતાં.છેલ્લા એકવર્ષમાં દાહોદ જિલ્લામાં 0 થી 6 વર્ષના 367 બાળકો આબીમારીથી પીડાતા મળી આવ્યાહતાં.આ વયજુથની ઉપરની પણ તપાસમાં 6થી માંડીને 18 વર્ષનીઉમરના પણ 119 બાળકો પીડીત મળ્યા હતાં. જન્મ બાદ મગજના લકવા,ઓટીઝમ અને ધીમા વિકાસથી પીડાતા બાળકોનીસંખ્યા વધુ જોવા મળી હતી.ડી

ઇઆઇસી દ્વારા માતાઓને જાગૃત કરાઇ રહી છે :- ડો.નેહા પરમાર, HOD, DEIC સેન્ટર…

બાળક શોધીને સારવાર અપાય છેજન્મ બાદ મગજની ખામી કે ફેરફારની જલદી ખબર પડતી નથી. આબાબત ખબર પડે છે અને બીમારી ખબર પડે છે ત્યારે તેની સામેની લડાઇઘણી લાંબી થઇ જાય છે.અમારી ટીમ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ સાથેશારિરીક,માનસિક રીતે વિકસિત ન હોય તેવા બાળકોનું નિદાન કરાયછે. સૌથી વધુ બાળકો મગજના લકવા,ઓટીઝમ અને ધીમા વિકાસથીપીડીત જોવા મળ્યા હતાં. આ તમામની DEIC ખાતે સારવાર ચાલી રહીછે. છેલ્લા એક વર્ષમાં 0થી માંડીને 18 વર્ષ સુધીના આવા 485 બાળકોમળ્યા છે. એક વર્ષ પહેલાં સેન્ટર શરૂ કરાયુ હતું. અત્યાર સુધી 2871બાળકોની સારવાર કરી છે. – 

કયા સંજોગોમાં બાળક રોગનો ભોગ બને છે..

37 અઠવાડિયા પહેલા જન્મ, જન્મ દરમિયાન ઓક્સિજનની ઉણપ,લંબાયેલીનાળ બાળકના મગજમાં ઓક્સિજનને પહોંચતા અટકાવે, સગર્ભાવસ્થાદરમિયાન વિવિધ ચેક વિકાસશીલ ગર્ભમાં મગજને નુકસાન પહોંચાડે તોતેના પરિણામે પણ મગજનો લકવો થાય છે. ઓટીઝમ વર્તનને લગતીસમસ્યા છે. તેમાં બાળકને સામાજીક આંતરક્રિયામાં તકલીફ પડે છે. આપાછળનું કારણ ઘણીવાર જાણવા મળતું નથી પરંતુ જીનેટીક” મોટી ઉંમરેમાતા બનવું હોર્મોનલ” પર્યાવરણીય કારણ હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!