
રાહુલ ગારી :- ગરબાડા
આ તો ખરેખર ખોટું છે…રોગચાળો વકરે તો જવાબદાર કોણ.?
જેસાવાડા-ચિલાકોટા માર્ગ પર કચરાના નિકાલ માટે તંત્રના ઠાગાઠૈયા,
કચરા કેન્દ્ર નર્કાગાર જેવી પરિસ્થતિમા,જેસાવાડા બજારનો કચરો અહીં ઠલવાય છે..
ગરબાડા તા.૨૭
હાલમાંજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા ઝુંબેશ ચલાવીને ગામ શહેર ધાર્મિક સ્થળો હોસ્પિટલો સ્વચ્છ બનાવવા માંગે છે. અને ખાસ તો કચરાના ઓપન સ્પોટ નાબૂદ કરવાની વાતો કરે છે, પરંતુ સ્વચ્છતા અભિયાનને દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ક્યાંકને ક્યાંક ગ્રહણ લાગ્યું છે. તેવું જેસાવાડામાં જોવા મળી રહ્યું છે જેસાવાડા બજારમાંથી નીકળતો ચિલાકોટા જવાના મુખ્ય માર્ગ ઉપર માર્ગ પર જ કચરાનો વિશાળ ઢગલો અને જાણે કે ડમ્પિંગ કેન્દ્ર હોય તેમ નર્કાગાર સમાન બની ગયું છે.
વાહન વ્યવહારથી ધમધમતા આ રસ્તા ઉપર પર જેસાવાડા વિસ્તારનો કચરો એકઠો કરાય છે. Lલોકોના કહેવા મુજબ રસ્તા પરથી સ્કૂલ જતા શિક્ષકો તેમજ આજુબાજુ વિસ્તારના ગામ લોકો અહીંયા થી પસાર થાય છે. જેના કારણે દુર્ગંધનું પણ સામ્રાજ્ય બન્યું છે.લોકો અહીં જાહેરમાં લઘુ શંકા કરીને જાય છે.અને ઓપન યુરીનલ બની જતા દુર્ગંધ બેફામ ફેલાઈ છે.કચરાના કારણે ચોમાસામાં તો કચરો ગંધાતો હોવાના કારણે હાલત ખૂબ ખરાબ થતી હોય છે. જેના પગલે રોગચાળો ફેલાય તો જવાબદાર કોને ગણવા.? એક મહત્વનો પ્રશ્ન અહિયાં ઉભો થાય છે. મામલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કચરાનો યોગ્ય નિકાલ ન કરતા કચરા ના ઢગલા જોવા જોવા મળી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આ ઘન કચરાના નિકાલ માટે ઠાગાઠૈયા કેમ કરવામાં આવી રહ્યા છે. એવા ઘણા બધા પ્રશ્નો સ્થાનિક લોકોમાં ઉઠવા પામ્યા છે. જોકે સ્થાનિક વહીવટી તંત્ર અત્રેના લોકોની સુખાકારી તેમજ આરોગ્યને ધ્યાને લઈ જોકે કાર્યવાહી કરે તો આ વિસ્તારમાં રોગચાળો વકરે અને ઘેર ઘેર માંગી ના ખાટલા જોવાય તેવા દ્રશ્યો બનતા અટકી શકે તેમ છે. હજુ પણ કંઈ બગડ્યું નથી તંત્ર દ્વારા સત્વરે કામગીરી કરી અહીંના લોકોને આ સમસ્યામાંથી બહાર લાવે તેવી લાગણી અને માંગણી તીવ્ર ઊઠવા પામી છે.