
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના નાલંદા પબ્લિક સ્કૂલ મકવાણાના વરુણા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે કાર્યક્રમ યોજાયો
સુખસર પાસે આવેલા આફવા ગામે શ્રી રામ મંદિરથી વિશાળ સંખ્યામાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી
સુખસર,તા.૨૩
શ્રી રામ નવનિર્મિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા અવસર નિમિત્તે શ્રીરામ બિરાજમાન થતા ૨૨ જાન્યુઆરી- ૨૦૨૪ ના રોજ ફતેપુરા તાલુકાના તમામ ગામડાઓમાં આવેલા મંદિરો,શાળાઓ ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.તેવી જ રીતે નાલંદા પબ્લિક સ્કૂલ મકવાણાના વરુણા સુખસર ખાતે શાળાના બાળકો દ્વારા અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી હતી તેવા સમયે નાલંદા પબ્લિક સ્કૂલમાં પણ શાળાના આચાર્ય નીરૂબેન કે. મુનિયાના માર્ગદર્શન હેઠળ અને શાળાના તમામ સ્ટાફ મિત્રોના સહયોગથી શાળામાં બાળ કલાકારો દ્વારા ભગવાન રામ,લક્ષ્મણ,સીતાજી, હનુમાનજીની થીમ તૈયાર કરવામાં આવી હતી.જેમાં બાળકો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લઈ ઉજવણી કરવામાં આવી હતી.તેમજ દીવા સળગાવી દિવાળી જેવી ઉજવણી કરવામાં આવી હતી.
જ્યારે આફવા શ્રી રામજી મંદિરથી મોટી સંખ્યામાં ભાઈ-બહેનો,બાળકો અને વડીલો દ્વારા શોભાયાત્રા કાઢી ગામમાં વાંજતે- ગાજતે અને નાચગાન સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.ત્યારબાદ મંદિર ખાતે આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં આફવા ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રીરામ ભક્તો હાજર રહ્યા હતા. એવી જ રીતે સુખસર વિસ્તારમાં આવેલા તમામ નાના-મોટા ગ્રામ્ય વિસ્તારોમાં શ્રીરામ ભક્તો દ્વારા શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજી વાતાવરણને શ્રીરામમય બનાવ્યું હતું.