આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન:
રાજસ્થાનમાં રાંધણગેસનો બાટલો 450 રૂપિયામાં આપવાની જાહેરાત થતા ગુજરાતમાં પણ 450 રૂપિયામાં આપવાની માગ ઉઠી.
દાહોદ તા.03
દાહોદ જીલ્લા આમ આદમી પાર્ટી ના કાર્યકરોએ બાબાસાહેબ આંબેડકર ચોક ખાતે એકત્રિત થી ગુજરાતની ભાજપ સરકારની બેધારી નીતિઓના વિરોધમા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. કેન્દ્રમાં છેલ્લા 9 વર્ષથી NDAની મોદી સરકાર સત્તામા છે, અને ગુજરાતમા પણ ત્રણ દાયકાથી ભાજપનુ શાસન હોવા છતા ગુજરાતની જનતા સાથે ભાજપ સરકાર અન્યાય કરી રહી હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામા આવ્યો હતો.એક મહિના અગાઉ ગુજરાતના પાડોશી રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ ચુંટણી યોજાઈ હતી, જેમા ભાજપ પક્ષને જનતાએ મતો આપીને બહુમતીથી સરકાર રચવાનો સ્પષ્ટ જનાદેશ આપ્યો છે, આ બંન્ને રાજ્યોમા ભાજપની સરકાર આવતાં જ રાંધણ ગેસ ના બોટલોના ભાવમા ઘટાડો કરીને જનતાને રાહત આપવામા આવી છે, ત્યારે ગુજરાતની જનતા છેલ્લા ત્રણ દાયકાથી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતાએ ભાજપ પક્ષને સ્પષ્ટ બહુમતી આપીને ચુંટતી આવી છે, અને 2022 ની ચુંટણીમા તો ભાજપને ગુજરાતની જનતાએ ઐતિહાસિક સીટો પર ઉમેદવારોને વિજય બનાવ્યા છે, જનતાએ ભાજપ પક્ષ પર ભરોસો રાખીને ખોબલે ખોબલે મત આપ્યા હતા. જેના બદલામા ગુજરાતની જનતાને મળ્યુ છે શુ? ગુજરાત સરકાર જનતાને કારમી મોંઘવારી મા રાહત આપવાને બદલે હવે તેમને અન્યાય વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ ગુજરાતના પાડોશી રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશ મા સરકાર બનતાની સાથે જનતાને ચુંટણી મા આપેલ વચનો પ્રમાણે રાહતો આપવાની શરૂઆત કરી દીધી છે, પરંતુ વર્ષોથી ભાજપ સાથે સતત અડીખમ ઉભેલુ ગુજરાત જેવા રાજ્યની જનતા સાથે ભાજપ સરકાર અન્યાય કરી રહી છે, હાવમા કેન્દ્ર અને ગુજરાત રાજ્ય મા ભાજપની જ સરકાર છે, મોસાળમા માં પિરસનારી છે તો પછી ગુજરાત રાજ્યની મહિલાઓ સાથે બેધારી નીતિઓ વાપરીને મોંઘો ગેસ કેમ આપવામા આવે છે, ગુજરાતની મહિલાઓને સરકાર લાભથી વંચિત રાખીને અન્યાય કરે છે તે બિલકુલ અયોગ્ય અને ભેદભાવ વાળી નીતિ હોય તેમ લાગી રહ્યુ છે.આ કાર્યક્રમમા દાહોદ જીલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ, રાકેશ બારીઆ, દાહોદ લોકસભા ઈનચાર્જ નરેશ બારીઆ, શ્રૃતિબેન ડામોર, જીલ્લા મહિલા પ્રમુખ, કપીલાબેન બારીઆ, જીલ્લા મહિલા મહામંત્રી, મનોજભાઈ દાહોદ શહેર પ્રમુખ, ઈકબાલ લઘુમતી પ્રમુખ, કૃણાલભાઈ યુવા પ્રમુખ સહિત મોટી સંખ્યામા કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.