
યાસીન ભાભોર :- ફતેપુરા
ફતેપુરા ગ્રામ પંચાયત ખાતે PSI એ ગ્રામજનો સાથે બેઠક યોજી
ફતેપુરા તા. ૨૭
તારીખ 26 ડિસેમ્બર 2023 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા ગ્રામ પંચાયત ખાતે રાત્રિના સમયે ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઇ જે બી તડવીએ ફતેપુરા નગરના ગ્રામજનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં પીએસઆઇ એ ગ્રામજનો સાથે વિવિધ મુદ્દે ચર્ચાઓ અને વિચારણાઓ કરી હતી,ત્યારબાદ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું કે રાત્રે 11 વાગ્યાથી લઈને સવારે 4 વાગ્યા સુધી ફતેપુરા નગરના તમામ દુકાનદારોએ પોતાની દુકાનો બંધ રાખવી તેમજ રાત્રે 11:00 વાગ્યા પછી ફતેપુરા નગરના કોઈપણ વ્યક્તિએ બિનજરૂરી અને વગર કામનું બજારમાં નીકળવું નહીં.રાત્રિના સમયે ફરતા અપરાધીઓને ઓળખી કાઢવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ બેઠકમાં ફતેપુરા નગરના અગ્રણીઓ આગેવાનો વેપારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.