Thursday, 25/04/2024
Dark Mode

ગરીબ મધ્યમ વર્ગ માટે આશીર્વાદ રૂપ સાબિત થતી દાહોદની ઝાયડસ હોસ્પીટલ…છેલ્લા એક વર્ષથી થાપાના દુખાવાથી પીડાતા મોરવા હડફના યુવકનું આયુષ્યમાન યોજના અંતર્ગત ઝાયડસ હોસ્પિટલના તબીબો દ્વારા નિશુલ્ક ઓપરેશન કરાયું

September 25, 2021
        2110
ગરીબ મધ્યમ વર્ગ માટે આશીર્વાદ રૂપ સાબિત થતી દાહોદની ઝાયડસ હોસ્પીટલ…છેલ્લા એક વર્ષથી થાપાના દુખાવાથી પીડાતા મોરવા હડફના યુવકનું આયુષ્યમાન યોજના અંતર્ગત ઝાયડસ હોસ્પિટલના તબીબો દ્વારા નિશુલ્ક ઓપરેશન કરાયું

જીગ્નેશ બારીયા :- દાહોદ

ગરીબ મધ્યમ વર્ગ માટે આશીર્વાદ રૂપ સાબિત થતી દાહોદની ઝાયડસ હોસ્પીટલ…

છેલ્લા એક વર્ષથી થાપાના દુખાવાથી પીડાતા મોરવા હડફના યુવકનું આયુષ્યમાન યોજના અંતર્ગત ઝાયડસ હોસ્પિટલના તબીબો દ્વારા નિશુલ્ક ઓપરેશન કરાયું

દાહોદ તા.9

છેલ્લા એક વર્ષથી એક દર્દીને જમણા થાપાનો દુખાવો સતત થતો હતો. ખાનગી હોસ્પિટલમાં અનેકવાર સારવાર કરાવ્યા છતાં પણ તેનો આ દુખાવો મટ્યો ન હતો અને આખરે તે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પહોંચ્યો હતો જ્યાં તબીબોએ દર્દીના થાપાનું ટોટલ હિપ રિપ્લેસમેન્ટ કરી આપતા દર્દી હાલ સ્વસ્થ છે.અને તેને કોઈ જાતનો થાપામાં દુખાવો થતો નથી. જાણવા મળ્યા અનુસાર, અંદાજે અઢીથી ત્રણ લાખના ખર્ચમાંથી દર્દીને રાહત મળી હતી જેમાં પીએમ જય યોજના હેઠળ દર્દીનું ઓપરેશન ફ્રીમાં કરી આપવામાં આવ્યું હતું.

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં રહેતા 37 વર્ષીય એક યુવકને છેલ્લા એક વર્ષથી થાપાનો સતત દુખાવો થતો હતો. યુવકને તેના પરિવારજનો દ્વારા અનેક હોસ્પિટલોમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો પરંતુ કોઈપણ હોસ્પિટલની સારવાર આ દર્દીને ફળદાયક નીવડી નહોતી અને દુખાવો નિરંતર રહેતો હતો. આખરે દર્દી દાહોદની ઝાયડસ હોસ્પિટલ માટે પોતાની આ સમસ્યાની સારવાર માટે આવ્યો હતો અને એજ દિવસે તેને ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ પણ કરી દેવામાં આવ્યો હતો. ઝાયડસ હોસ્પિટલના સર્જન ડોક્ટર સાહિલ એન.ડામોર, એનેસ્થેટિક ડોક્ટર રાજેશ ડીંડોર દ્વારા જાણવા મળ્યા અનુસાર, આ દર્દીના થાપાનો ગોળો સુકાઈ ગયો હતો જેને પગલે તેને ખૂબજ અસહ્ય દુખાવો તેમજ હરવા – ફરવામાં તેમજ ચાલવામાં ખૂબ જ તકલીફ પડતી હતી. તમામ રિપોર્ટો અને સારવાર કર્યા આ દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં ટોટલ હિપ રિપ્લેસમેન્ટ લેફ્ટ સાઈડ કરી દર્દીના જમણા થાપાને સાજો કરી દેવામાં આવ્યો હતો.દર્દી પાસેથી જાણવા મળ્યા અનુસાર, તેને હવે હાલ કોઇ જાતનો દુખાવો થતો નથી અને તે સ્વસ્થ છે ત્યારે આ ઓપરેશનનો અંદાજે ખર્ચ લગભગ અઢીથી ત્રણ લાખ રૂપિયા થાય છે પરંતુ પીએમ જય યોજના હેઠળ દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે આ દર્દીને નિશુલ્ક ઓપરેશન અને તે પણ સફળ રીતે કરી આપવામાં આવ્યું હતું. આમ સરકારની અનેકવિધ યોજનાઓ ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ રૂપ બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!