દાહોદ તાલુકાના ભીટોડી નજીક ફોરવીલ ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો,ચાલકની ધરપકડ..
પોલીસે વિદેશી દારૂનો જથ્થો ફોરવીલ ગાડી કબજે લઈ ત્રણ સામે નામજોગ ગુનો દાખલ કર્યો..
દાહોદ તા.13
દાહોદ તાલુકાના નજીક ભીટોડી ગામે નેશનલ હાઇવે પરથી કતવારા પોલીસે ફોરવીલ ગાડીમાંથી 42,690 રૂપિયા ઉપરાંતનો વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકની ધરપકડ કરી છે જ્યારે વિદેશી દારૂનો જથ્થો તેમજ 1.50 લાખ ઉપરાંત ફોરવીલ ગાડી મળી કુલ 1,92,690 ઉપરાંત નો મુદ્દામાલ કબજે લઈ પ્રોહીબિશનની પ્રવૃત્તિમાં સંકળાયેલા ત્રણ ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના ધાર સરદારપુર રીગોદ નવા બજાર ગામનો રહેવાસી સંજય માણેકલાલ જયસ્વાલ પોતાના કબ્જા હેઠળની Gj-16-AJ-3811 નંબરની ટાટા વિસ્ટા ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લાવતો હોવાની બાતમી કતવારા પોલીસને મળતા કતવારા પોલીસે ભિટોડી ગામે વોચ દરમિયાન બાતમીમાં દર્શાવેલ ગાડીને રોકી ચાલકની અટકાયત કરી હતી અને ત્યારબાદ ગાડીની ચલાસી લીધા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 173 બોટલો મળી કુલ 42,690 ઉપરાંતનો વિદેશી દારૂ મળી આવતા પોલીસે પકડાયેલા સંજય માણેકલાલ જયસ્વાલ ની પૂછપરછ હાથ ધરતા આ પકડાયેલો વિદેશી દારૂનો જથ્થો વિનોદ નામના ઇસમે ભરી આપ્યો હતો. જેને પંચમહાલ જિલ્લાના હાલોલ ખંડેવાલ ગામના રાજુ ઉર્ફે ગમો ઓમસિંગ રાઠોડ ને ત્યાં પહોંચાડવાનું હોવાનું જણાવતા પોલીસે દોઢ લાખ કિંમતની ફોરવીલ ગાડી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 1.92 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન ની બદીમાં સંડોવાયેલા ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.