Wednesday, 11/12/2024
Dark Mode

લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો:આંતરરાજ્ય વાહન ચોર ટોળકી ઝબ્બે… રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત પોલીસને હંફાવનાર વાહનચોર ટોળકીના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ દાહોદ પોલીસના સાણસામાં..

December 13, 2023
        4195
લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો:આંતરરાજ્ય વાહન ચોર ટોળકી ઝબ્બે…  રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત પોલીસને હંફાવનાર વાહનચોર ટોળકીના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ દાહોદ પોલીસના સાણસામાં..

રાજેશ વસાવે :- દાહોદ 

લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો:આંતરરાજ્ય વાહન ચોર ટોળકી ઝબ્બે…

રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત પોલીસને હંફાવનાર વાહનચોર ટોળકીના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ દાહોદ પોલીસના સાણસામાં..

દાહોદમાં 17 વાહનચોરી, 4 ઘરફોડ ચોરી સહીત 41 ગુનાનો ભેદ ઉકેલાયો…

દાહોદ તા.13

લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો:આંતરરાજ્ય વાહન ચોર ટોળકી ઝબ્બે... રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત પોલીસને હંફાવનાર વાહનચોર ટોળકીના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ દાહોદ પોલીસના સાણસામાં..

મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુક્ષી ગામની બાઈક ચોર ટોળકી બાઈક ચોરી કરવાના ઓજારો સાથે દાહોદ તરફ આવતી હોવાની બાતમીના આધારે દાહોદ એલસીબી પોલીસે ગરબાડા તાલુકાના મીનાક્યાર મધ્યપ્રદેશ ગુજરાત બોર્ડર પર વોચ દરમિયાન ત્રણ ઇસમોને મોટરસાયકલ સાથે ઝડપી તલાસી લેતા તેમની પાસેથી મોટરસાયકલ ચોરવાના ઓજારો મળી આવતા એલસીબી પોલીસે રાઉન્ડ ઓફ કરાયેલા ત્રણેય ઈસમોને એલસીબી કચેરીએ લાવી પૂછપરછ હાથ ધરતા પકડાયેલા ત્રણેય ઈસમો મધ્યપ્રદેશ બાઈકચોરી કરતી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિતના હોવાનું સામે આવતા પોલીસ પણ એક તબક્કે ચૌકી ગઈ હતી. ત્યારબાદ પોલીસે ઉપરોક્ત ત્રણેયની ઘનીષ્ટ પૂછપરછ હાથ ધરતા તેઓની પાસેથી ચોરીની ચાર મોટરસાયકલ કબજે લીધી હતી એટલું જ પકડાયેલા ત્રણેય ઈસમોએ ત્રણ વર્ષના સમયગાળામાં, મધ્યપ્રદેશ રાજસ્થાન તેમજ ગુજરાતના જુદા જુદા શહેરોમાં 37 જેટલી વાહનચોરી તેમજ ચાર જેટલી ઘરફોડ ચોરીઓ મળી કુલ 41 જેટલા ગુનાઓને અંજામ આપ્યો હોવાનું કબુલાત કરી હતી.

દાહોદ જિલ્લામાં વિદેશી દારૂની બદી તેમજ વાહન ચોરીની ઘટનાઓને અંજામ આપતા તેમજ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા ઈસમોને ઝડપી પાડવા દાહોદ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના નિર્દેશનમાં દાહોદ એલસીબી પી.આઇ કે.ડી ડિંડોર તેમજ તેમની ટીમ ગરબાડા તરફ પેટ્રોલિંગમાં નીકળી હતી તે સમયે એલસીબી પીઆઇ ને બાતલી મળી હતી કે બાઈકચોરીની પ્રવૃત્તિઓમાં સંકળાયેલા મધ્યપ્રદેશના ત્રણ ઇસમો મોટરસાયકલ પર ચોરી કરવાના સાધનો સાથે રાખી દાહોદ તરફ આવી રહ્યા છે.તેવી બાતમીના આધારે એલસીબીની ટીમે ગરબાડા નજીક ગુજરાત મધ્યપ્રદેશને જોડતી મીનાક્યાર બોર્ડર પર વોચ ગોઠવી બાતમીમાં દર્શાવેલ બાઈક સવાર આપસીંગ ઉર્ફે ગોલુ મહોબતસિંગ ભવાનસિંગ બામણીયા રહેવાસી કરચટ કુક્ષી ધાર જિલ્લો, હીરાસિંગ ઉર્ફે રાજસિંગ ઉર્ફે ગોલુ ઉર્ફે નખરી નવલસીંગ ભુવાનસિંગ બામણીયા, તેમજ સુનિલ ઉર્ફે નાનકો ઉર્ફે નાકુ નવલસીંગ બામણીયા રહે.રહેવાસી કરચટ કુક્ષી, જિલ્લા ધાર ને ઝડપી તલાસી લેતા તેમની પાસેથી બાઈક ચોરવાના ઓજારો મળી આવતા પોલીસે ઉપરોક્ત ત્રણેયની અટકાયત કરી દાહોદ એલસીબી ઓફિસ ખાતે લાવી હતી અને ત્યાં તેઓની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરતા પકડાયેલા ત્રણ પૈકી આપસીંગ મધ્યપ્રદેશ બાઇક ચોર ગેંગ નો મુખ્ય સાગીરત હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં પકડાયેલા ત્રણેય બાઈક ચોરોએ મધ્ય પ્રદેશ રાજસ્થાન તેમજ ગુજરાતના જુદા જુદા શહેરોમાં 37 જેટલી વાહન ચોરીઓ તેમજ દાહોદ જિલ્લામાં ચાર ઘરફોડ ચોરીઓને અંજામ આપ્યા હોવાની કબુલાત કરી હતી.

*ત્રણેય બાઈકચોરોએ દાહોદ જિલ્લામાં 17 બાઈક,તેમજ ફોરવહીલરચોરી તેમજ 4 ઘરફોડ ચોરીઓને અંજામ આપ્યાની કબૂલાત કરી..*

દાહોદ એલસીબીની ટીમ દ્વારા પકડાયેલા મધ્યપ્રદેશના ત્રણેય બાઈકચોરોએ દાહોદના સહકાર નગરમાં અપાચી મોટરસાયકલ, દાહોદમાંથી તુફાન ગાડી, દાહોદના પડાવમાં અઢી વર્ષ પૂર્વે બે આરવન ફાઈ મોટરસાયકલ, દાહોદ શહેરમાં બે વર્ષ પૂર્વે બજારમાંથી કાળા કલરની બુલેટ, જાંબલી કલર ની અપાચી, દાહોદમાં સ્પ્લેન્ડર મોટર સાયકલ, દાહોદમાં એક માસ અગાઉ તુફાન ગાડી, દાહોદ શહેરમાંથી લીલા કલરની આરવન ફાઈવ, સફેદ કલરની KTM,સી. ડી.ડીલક્ષ સહીત 17 જેટલી મોટરસાયકલ ચોરી તથા કતવારાના ભીટોડી ગુંડિયા ફળિયા માં 9 માસ અગાઉ સોના ચાંદીના દાગીના, રોકડ રકમ, સાત માસ અગાઉ દાહોદ તાલુકાના જાલત નીનામા ફળીયામાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ સહિતના મુદ્દા માલની ચોરી કરી હતી, ત્યારબાદ સપ્ટેમ્બર તેમજ ઓક્ટોબર માસમાં લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર તળાવ ફળિયામાં સોના ચાંદીના દાગીના,તેમજ દાભડા મંગળ મહુડી ગામે કાપડની દુકાનમાં ચોરી કર્યા કબુલાત કરી હતી.

*પકડાયેલા ત્રણેય બાઈકચોરોએ મધ્ય પ્રદેશ, રાજસ્થાન તેમજ ગુજરાતના જુદા જુદા શહેરોમાં તરખાટ મચાવ્યો.*

ગુજરાત રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશમાં તરખાટ મચાવી ત્રણે રાજ્યોની પોલીસને હંફાવનાર મધ્યપ્રદેશ બાઈક ચોર જૈન ના પકડાયેલા મુખ્ય સૂત્રધાર સહિત ત્રણેય બાઈકચોરોએ પૂછપરછમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ ચોકાવનારા ખુલાસા કર્યા હતા. તેઓએ દાહોદ ઉપરાંત મધ્યપ્રદેશના ઇન્દોર , કલીયા બયડા, આઝાદ નગર ઈન્દોર, તેમજ મદદ પ્રદેશના ત્રણ અલગ અલગ જગ્યાએ ફોરવીલ ગાડીઓ તેમજ મોટરસાયકલની ચોરીને અંજામ આપી હતી. એટલું જ નહીં પકડાયેલા ત્રણેય બાઈકચોરોએ રાજસ્થાનના કલીનજરા બાસવાડા ઉપરાંત ગુજરાતના ગોધરા વડોદરા પંચમહાલ, અંકલેશ્વર, વડોદરા ગ્રામ્ય રાજકોટ શહેર છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં સંખ્યાબંધ બાઇક ચોરીની ઘટનાને અંજામ આપી હોવાની સ્ફોટક કબુલાતો પણ કરી છે.

*ગુનાખોરીમાં પંકાયેલા ત્રણેય આરોપીઓ જુદા જુદા પોલીસ મથકોમાં પોલીસ ચોપડે વૉન્ટેડ નોંધાયા..*

બાઈક ચોરીમાં સંડોવાયેલા ઉપરોક્ત ત્રણેય ઈસમો ગુજરાત તેમજ મધ્યપ્રદેશમાં વિવિધ ગુનાઓમાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. જેમાં પકડાયેલા સુનિલ ઉર્ફે નવલસિંહ બામણીયા ગત વર્ષે ભરૂચ જિલ્લાના ઝઘડિયા પોલીસ મથકમાં ત્રણ ગુનાઓમાં, મુખ્ય સૂત્રધાર આપસિંગ ઉર્ફે મહોબતસિંહ બામણીયા બે વર્ષ પૂર્વે દાહોદ ટાઉન, ગોધરા ટાઉન તેમજ ઈંદોરના આઝાદ નગર પોલીસ મથકમાં ત્રણ કેસોમાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પકડાયેલો ત્રીજો આરોપી હીરાસિંગ ઉર્ફે નવલસિંહ બામણીયા પણ રાજકોટ હિરાસર એરપોર્ટ પર પોલીસ ચોપડે નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!