રાજેશ વસાવે :- દાહોદ
ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ 108 ની ટીમે સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સ માં પ્રસૂતી કરાવી….
દાહોદ તા. ૬
દાહોદ ના ઉસરવન ગામના સ્થાનિક સગર્ભા મહિલાને પ્રસુતિ ની પીડા ઉપડતાં 108ની મદદ લેવામાં આવી હતી. 108ની ટીમ તાત્કાલિક ઉસરવન ગામે પહોંચી સગર્ભા મહિલાને તપાસતા સગર્ભાને પ્રસુતિનુ દુઃખાવો હતો અને 108ની ટીમે સફળતા પુર્વક જોખમી પ્રસૂતી કરાવી માતા અને નવજાત બાળકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા…
ઉસરવન ગામમાં રહેતી એક સગર્ભા મહિલાને પ્રસૂતાની પીડા ઉપડતા તેમને 108ની મદદ લેવામાં આવી હતી. ઈ એમ ટી સુશીલાબેન પટેલ અને પાયલટ રમણભાઈ રાવળ દાહોદ 108ની ટીમ તાત્કાલિક ઉસરવન ગામે પહોંચી સગર્ભા મહિલાને તપાસતા મહિલા ને ખુબ જ પીડા હોવાથી એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવવાની જરૂર પડી હતી અને બાળકની સ્થિતિ નોર્મલ કરતા રિક્સ અને બાળકના ગળે નાળ વીંટળાયેલ હોવાથી આ પ્રસુતા માતા ખૂબ જ જોખમી હોવાથી સગર્ભા મહિલા દર્દી ની ઈ.એમ.ટી સુશીલાબેન પટેલ દ્વારા ઉપરી ફીઝિસિયન ની સલાહ મુજબ સફળતા પૂર્વક પ્રસૂતિ કરવામાં માં આવી હતી. ત્યારબાદ માતા પૂત્રી ને પ્રાથમિક સારવાર આપ્યા બાદ દાહોદ સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા આ તકે દર્દી ના પરિવાર જનો એ 108 ના સ્ટાફ ની કામગીરી ને બિરદાવી હતી.