ઝાલોદ – ફતેપુરાથી ઉપડતી ST બસોમાં રિઝર્વેશન બંધ કરવા મુસાફરોની માગ
અધવચ્ચેથી રિઝર્વેશન લઈને સ્થાનીક મુસાફરોને હાલાકી…
દાહોદ તા.05
ઝાલોદ તાલુકા મથકે આવેલ (GRTS)એસ.ટી. ડેપો ગુજરાતની સરહદે રાજસ્થાન અને મધ્યપ્રદેશની મુસાફરી ટ્રાફિકથી દિવસ રાત ભરચક રહે છે. ગુજરાતના પૂર્વપટ્ટી સહિત નજીકના રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકો મજૂરી અર્થે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત તરફ રોજીરોટી માટે જતા હોય છે.
ત્યારે આ મુસાફરો જે બસોમાં મુસાફરી કરે છે તે તમામ બસો ઓનલાઇન રિઝર્વેશન સિસ્ટમમાં સામેલ હોય જે તે આ વિસ્તારમાંથી સ્થાનિકો સળંગ મુસાફરી કરવામાં મુશ્કેલીઓ પડતી હોય વચ્ચેના મુસાફરો દ્વારા કરવામાં આવતા ઓનલાઈન રિઝર્વેશનથી પોતે ગુજરાત સરકારની યોજના એસટી અમારી સલામત સવારીના સૂત્રથી બિલકુલ હાલાકી વેઠતા હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે એકાએક ગુજરાત જીઆરટીએસ વિભાગ દ્વારા સત્વરે આ સ્થાનિક સળંગ મુસાફરી કરતા મુસાફરો માટે ગંભીરતાથી નિર્ણય લઈ ઝાલોદ ડેપોથી સંચાલિત ઝાલોદ અને ફતેપુરા તેમજ સંજેલી થી જતી સ્થાનિક શિડયુલ અને બહારથી આવતા શિડ્યુઅલની કેટલીક બસોમાં ઓનલાઈન રિઝર્વેશન સિસ્ટમ બંધ કરી સ્થાનિક મુસાફરોને સરળતાથી જે તે જગ્યાએ પહોંચવા અને સવલત મળે તે માટે પગલા ભરવા મુસાફરોની માંગ ઉઠવા પામી છે.
દિવાળી બાદ આવકની દૃષ્ટીએ ઝાલોદ ડેપો રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવ્યો..
દિવાળી બાદ અને પડોશી રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશના ચૂંટણીઓના સમયે સતત ધમધમતા એવા ઝાલોદ ડેપો દ્વારા આવકની દ્રષ્ટિએ હાલમાં ગુજરાત ભરમાં પ્રથમ આવેલ છે. ડેપો મેનેજર નિલેશવસૈયા સહિત વહીવટી અને મદદની સ્ટાફ દ્વારા દિવસ રાત એક કરી તનતોડ સેવા ની ફરજ દાખવી સરેરાશ પ્રતિદિન ૨૦ લાખ ઉપરાંતની આવક ધરાવી સમગ્ર ગુજરાત માં આવકની દ્રષ્ટિએ ઝાલોદ એસટી ડેપોને પ્રથમ સ્થાન અપાવ્યા ની સરાહની કામગીરી કરેલ છે