ત્રણ રાજ્યોમાં ભાજપની ભવ્ય જીતને મહીસાગર જિલ્લા ભાજપે લુણાવાડા ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરી
મહીસાગર તા. ૩
મહીસાગર જિલ્લા મુખ્ય મથક લુણાવાડા શહેર ખાતેના વરધરી રોડ પર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા, પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ પૂર્વ ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવક,મહામંત્રીઓ તાલુકા પંચાયત પ્રમુખો મહિલા મોરચાના સદસ્યો સહિત હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ફટાકડા ફોડી નારા લગાવી જીતની ઉજવણી કરી હતી.
ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેના પરિણામો આજરોજ જાહેર થયા છે ચાર રાજ્યો પૈકી ત્રણ રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાયો છે સમગ્ર દેશભરમાં ભાજપની ભવ્ય જીતને લઈ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા ત્રણ રાજ્યોમાં ભાજપના ભવ્ય વિજયને લઈ ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા ભાજપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા સહિત સિર્સ નેતૃત્વને આ જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા..