Tuesday, 03/12/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડમાં વધુ બે ઈસમો પોલીસના સંકજામાં નકલી કચેરી પ્રકરણમાં વોન્ટેડ આરોપી એજાજ તેમજ તેના ભાણેજની નડિયાદ ખાતેથી ધરપકડ કરાઈ

December 3, 2023
        3044
દાહોદ જિલ્લામાં બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડમાં વધુ બે ઈસમો પોલીસના સંકજામાં  નકલી કચેરી પ્રકરણમાં વોન્ટેડ આરોપી એજાજ તેમજ તેના ભાણેજની નડિયાદ ખાતેથી ધરપકડ કરાઈ

#DahodLive#

દાહોદ જિલ્લામાં બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડમાં વધુ બે ઈસમો પોલીસના સંકજામાં

નકલી કચેરી પ્રકરણમાં વોન્ટેડ આરોપી એજાજ તેમજ તેના ભાણેજની નડિયાદ ખાતેથી ધરપકડ કરાઈ

પકડાયેલા એજાજની છોટાઉદેપુર તેમજ દાહોદ જિલ્લામાં કાર્યરત નકલી કચેરીની તમામ બાબતોમાં સીધી સંડોવણી બહાર આવી

વ્યવસાયે તબીબ એવા એજાજના ભાણેજે મામાને કાનૂનના સકંજામાંથી બચાવવા પુરાવાઓનો નાશ કર્યો

દાહોદ તા. ૩

દાહોદ જિલ્લામાં બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડમાં જેમની સીધે સીધી સંડોવણી હતી અને સમગ્ર પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર અબુબક્કર સાથે દરેક બાબતોમાં ખબેથી ખબો મિલાવી કૌભાંડ આચરનાર અને નકલી કાર્યપાલક ઈજનેર સંદીપ રાજપુતને શોધનાર એજાજ જાકીરઅલી સૈયદ તેમજ વ્યવસાયે ડોક્ટર અને મુખ્ય સૂત્રધારો અબુબક્કર તેમજ એજાજના સગા ભાણેજ ની દાહોદ પોલીસે ટેક્નિકલ એનાલિસીસ મુવમેન્ટ એનાલિસિશ તેમજ હ્યુમન એનાલિસીસની મદદથી ગઈ કાલે નડિયાદ ખાતેથી ધરપકડ કરી દાહોદ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં આજે દિવસ દરમિયાન બંનેની પુછપરછોનો દોર ચાલ્યો હતો ત્યારબાદ બન્ને આરોપીઓને જજીસના બંગલે રજુ કરી રિમાન્ડની માંગણી પોલીસ દ્રારા કરાઈ હતી આ સમગ્ર પ્રકરણમાં અત્યારસુધી નકલી કચેરી ધમધમતી કરનાર સંદીપ રાજપુત, અંકિત સુથાર, એજાજ, અબુબક્કર સૈયદ, જાવેદ સૈયદ, ડોક્ટર સૈયદ સેફ અલી સૈયદ, સહિતના છ ભેજાબાજો તેમજ બે સરકારી બાબુઓ મળી અત્યારસુધી કુલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે જોકે મીની હાર્ટ અટેકના લીધે હોસ્પિટલલાઈઝ રહેલા અને આ પ્રકરણનો માસ્ટર માઈન્ડ અબુબક્કર સૈયદને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાતા તે હાલમાં જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે અને હવે દાહોદ પોલીસ ટ્રાન્સફર વોરંટના આધારે તેની ધરપકડ કરશે ત્યારે સમગ્ર પ્રકરણમાં આગળના સમયમાં વધુને વધુ ખુલાસા પૂરછપરછના અંતે બહાર આવશે તેવી વકી હાલ તો સેવાઈ રહી છે ત્યારે આજરોજ પકડાયેલા બન્ને ઈસમોની આ નકલી કચેરી કૌભાંડમાં સંડોવણીની વાત કરીએતો વર્ષો પહેલા એજાજ સૈયદ સાબુ અને વોશીન્ગ પાવડરનો માર્કેટિંગ લાઈનમાં ઘરે ઘરે જઈ વેચાણ કરનાર એજાજ સૈયદ શોર્ટકટ અપનાવી રાતોરાત માલેતુજાર બનવાની ઘેલછા રાખી ઈમાનદારીની જગ્યાએ ખોટો માર્ગ અપનાવ્યો અને તેના ભાઈ અબુબક્કર સાથે મળી નકલી કચેરી કૌભાંડમાં તમામ બાબતોમાં સામેલ થઈ માલદાર બન્યો હતો અને મોંઘી મોંઘી ગાડીઓ અને ફાર્મ હાઉસમાં જાહોજલાલીમાં રાચર ચીલુ ભોગવતો થયો હતો પકડાયેલો એજાજ બોડેલી ખાતે નકલી કચેરી તેમજ દાહોદ ખાતે કાગળ ઉપર ઉભી કરાયેલી પાંચેય કચેરીઓનો તમામ વ્યવહારો નાણાંકીય લેવડ દેવડ અધિકારીઓ સાથે લાઈઝનિંગમાં રહી કામ કરવાની તમામ બાબતોમાં સામેલ રહ્યો હતો જેની જાણ દાહોદ પોલીસને તપાસ દરમિયાન થતા દાહોદ પોલીસ છેલ્લા ઘણા દિવસથી એજાજને શોધી રહી હતી પરંતુ નકલી કચેરી કૌભાંડ બહાર આવતા એજાજ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો જોકે દાહોદ પોલીસની ઝીણવટ ભરી તપાસના અંતે એઝાજનું લોકેશન નડિયાદ ખાતે આવતા પોલીસની ટીમો સક્રિય થઈ હતી અને ગઈ કાલે તેના આશ્રય સ્થાનો પર પોલીસે દરોડો પાડતા એઝાજની સાથે સાથે તેનો ભાણેજ ડોક્ટર સેફ અલી સૈયદ પણ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો આ સમગ્ર પ્રકરણમાં ડોક્ટર સેફ અલી સૈયદની સંડોવની પર નજર કરીએતો પકડાયેલો ડોક્ટર સેફ અલી સૈયદ નકલી કચેરી કૌભાંડનો માસ્ટર માઈન્ડ અબુબક્કર સૈયદનો સગો ભાણેજ હોવાનું સામે આવ્યું છે એટલુંજ નહિ પકડાયેલા ડોક્ટર સેફ અલી સૈયદએ નકલી કચેરી કૌભાંડમાં પોતાના મામા અબુબક્કર સૈયદની ધરપકડ થતા તેને પુરાવાઓનો નાશ કરવા માટે અબુબક્કરના ફાર્મ હાઉસ પર લાગેલા સીસીટીવીના ડીવીઆર કેટલાક દસ્તાવેજી પુરાવાઓનો નાશ કરવા તેમજ વોન્ટેડ એજાજ અલી સૈયદને ભાગવામાં મદદ કરી તેને આશરો આપવા સુધીની તમામ મદદ કરી હતી પકડાયેલો સેફ અલી સૈયદને માબાપ જોડે બનતું ન હોવાથી તેને મેડિકલમાં પ્રવેશ માટે પૈસા ન હોતા તે સમયે તેના મામા કહેવાતા અબુબક્કર અને એજાજે ડોકટર બનાવવામાં મદદ કરી હતી જે બાદ 2021 માં MD મેડિશિયન થયેલો ડોકટર સેફ અલી સૈયદએ બેજ વર્ષના ગાળામાં પોતાનું ન્યુ લાઈફ હોસ્પિટલ ખોલી ખાનગી પ્રેક્ટિસ કરતો થયો હતો તો સાથે સાથે હારમની હોસ્પિટલ ખાતે પ્રક્ટિસ કરતો હોવાનું પોલીસ તપાસમાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ચેક રિટર્નના સંખ્યાબંધ કેસો જેના ઉપર થયેલા છે જે નકલી કચેરી કૌભાંડમાં સંડોવાયેલો છે તે અબુબક્કર સૈયદ પહેલાંથીજ માસ્ટર માઈન્ડ હતો આ સિવાય હાલ પોલીસના રિમાન્ડ પર પોલીસ કસ્ટડીમાં રહેલા અંકિત સુથાર જન સેવા ટ્રસ્ટનો મેન ટ્રસ્ટી હોવાનું સામે આવ્યું છે જે ટ્રસ્ટના નામે અબુબક્કર આણી મંડળીએ નકલી કચેરી કૌભાંડ ઉભુ કર્યું હોવાનું સામે આવ્યું છે જોકે હવે નકલી કચેરી કૌભાંડમાં દરેક બાબતોમાં સક્રિયતાથી ભાગ ભજવનાર એજાજ અલી સૈયદ પોલીસના રિમાન્ડ દરમિયાન કેવા પ્રકારના ખુલાસાઓ કરે છે તેમજ કોની કોની સંડોવણી બહાર આવે છે તેતો રિમાન્ડ દરમિયાન પોલીસની પૂછપરછના અંતે ચોક્કસથી બહાર આવશે તેમાં કોઈ બે મત નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!