રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ તાલુકાના ચોસાલા ગામ ખાતે ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ
સરકાર ખુદ તમારે આંગણે આવી છે, જેથી સરકારની યોજનાઓનો લાભ લેજો, કોઈ વંચિત ન રહી જાયઃ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી
સંકલ્પ યાત્રા રથનું ધારાસભ્યએ પૂજા વિધિ સાથે સ્વાગત કર્યુ, સૌ ગ્રામજનોએ વિકસિત ભારતના શપથ લીધા
ચોસાલા ગ્રામજનોએ સ્થળ પર વિવિધ યોજનાનો લાભ મેળવ્યો
દાહોદ તા. : ૨૧
જિલ્લામાં ચોસાલા ખાતે ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી ની અધ્યક્ષતામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના કાર્યક્રમો યોજાયા હતા. સંકલ્પ યાત્રા રથનું ધારાસભ્યશ્રીએ પૂજા વિધિ સાથે સ્વાગત કરી ઉપસ્થિત સૌએ વિકસિત ભારતના શપથ લીધા હતા. ગ્રામીણ કક્ષાએ અને ટ્રાઇબલ તાલુકામાં વધારાની પાંચ યોજનાઓ મળી કુલ ૧૭ યોજનાની માહિતી ૧૦ સ્ટોલ દ્વારા નાગરિકોને આપવામાં આવી હતી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી પણ કરવામાં આવી હતી. ધારાસભ્યશ્રીએ સ્ટોલની મુલાકાત લઇ માહિતી મેળવી હતી.
આઝાદીના સૌ વર્ષે ૨૦૪૭માં આપણો દેશ સંપૂર્ણ વિકસિત થઈ જશે એવા સંકલ્પ સાથે ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી માટે આ દેશની પ્રજા જ તેમનો પરિવાર છે. તેમણે પ્રજાના લોકકલ્યાણ અને જન સુખાકારી માટે નાની નાની દરેક યોજનાઓનું ધ્યાન રાખ્યું છે. ત્યારે આપણે ‘‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’’નો સંકલ્પ લઈ દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવુ જોઈએ. આપણે આપણી સાંસ્કૃતિક વિરાસતને ભૂલી રહ્યા છે જેના કારણે જનજીવનને અસર થઈ રહી છે. સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખવા માટે પ્રકૃતિ સાથે જોડાવા ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી એ આહવાન કરી જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી હિતાવહ છે. ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી એ આવાસ યોજના, પીએમજેએવાય, જન ઔષધી યોજના, અન્ન સહાય યોજના, ઉજ્જવલા યોજના, સગર્ભા માતા અને બાળકો માટે પૌષ્ટિક આહાર, આદિવાસી બાંધવોને જમીનના હકકો, એકલવ્ય સ્કૂલ, સિકલસેલની તપાસ અને નલ સે જલ સહિતની યોજના વિશે માહિતી આપી હતી. વધુમાં તેમણે લોકોને કહ્યું કે, આ રથ દ્વારા સરકાર ખુદ તમારે આંગણે આવી છે, જેથી સરકારની યોજનાઓનો લાભ લેજો કોઈ વંચિત ન રહી જાય તે માટે સૌ જાગૃત બનજો એવી અપીલ કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાયા અનુરોધ કર્યો હતો.
મામલતદાર શ્રી મનોજ મિશ્રા એ જણાવ્યું હતું કે, સરકારની અનેકવિધ યોજના લોકો માટે છે પણ જાણકારીના અભાવે લાભ લઇ શકતા નથી જેથી લોકો વિવિધ યોજનાથી વાકેફ થાય અને લાભ લે તે માટે આ રથ ગામે ગામ ભ્રમણ કરી રહ્યો છે એની સાથે મતદાર જાગૃતિ અંગે ની વિસ્તૃત જાણકારી આપી હતી.
આયુષ્યમાન ભારત યોજના, આત્મા પ્રોજેકટ અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓએ યોજનાના લાભ બાદ પોતાના જીવનમાં આવેલા બદલાવની કહાની રજૂ કરતી સાફલ્ય ગાથા કહી હતી. ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી હસ્તે, ઉજ્જવલા યોજના, ગરીબ કલ્યાણ અન્ન યોજના, આયુષ્યમાન ભારત યોજના અને પ્રધાનમંત્રી પોષણ અભિયાન યોજનાના લાભાર્થીઓને કીટ આપવામાં આવી હતી. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંદેશને રથ દ્વારા સૌએ નિહાળ્યો હતો.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્યશ્રી નિરજભાઈ મેડા, ચોસાલા ગામના સરપંચ શ્રી , નાયબ તાલુકા વિકાસ અધિકારી શ્રી, તાલુકા પંચાયતના સભ્યો શ્રીઓ,વિવિધ વિભાગના અધિકારી- કર્મચારીઓ, લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦