Wednesday, 04/12/2024
Dark Mode

ઢઢેલા શાળામાંથી છૂટેલા બાળકોને ઘરે લઇ જતા હાઇવે પર બન્યો બનાવ… લીમખેડા તાલુકાના દાભડા નજીક એસટી બસની અડફેટે ત્રણ બાળકો સહીત ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત.

November 4, 2023
        4334
ઢઢેલા શાળામાંથી છૂટેલા બાળકોને ઘરે લઇ જતા હાઇવે પર બન્યો બનાવ…  લીમખેડા તાલુકાના દાભડા નજીક એસટી બસની અડફેટે ત્રણ બાળકો સહીત ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત.

રાજેશ વસાવે :- દાહોદ 

ઢઢેલા શાળામાંથી છૂટેલા બાળકોને ઘરે લઇ જતા હાઇવે પર બન્યો બનાવ…

લીમખેડા તાલુકાના દાભડા નજીક એસટી બસની અડફેટે ત્રણ બાળકો સહીત ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત.

 

લીમખેડા તા.05

ઢઢેલા શાળામાંથી છૂટેલા બાળકોને ઘરે લઇ જતા હાઇવે પર બન્યો બનાવ... લીમખેડા તાલુકાના દાભડા નજીક એસટી બસની અડફેટે ત્રણ બાળકો સહીત ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત.

લીમખેડા તાલુકાના દાભડા નજીક ઈન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર પૂર ઝડપે આવતી એસટી બસે મોટરસાયકલને અડફેટમાં લેતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ત્રણ બાળકો તેમજ એક ઈસમ સહીત ચારને ઈજાઓ પહોંચી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે છે.

ઢઢેલા શાળામાંથી છૂટેલા બાળકોને ઘરે લઇ જતા હાઇવે પર બન્યો બનાવ... લીમખેડા તાલુકાના દાભડા નજીક એસટી બસની અડફેટે ત્રણ બાળકો સહીત ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત.

 ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર વાહન ચાલકોની ગફલત અને પૂર ઝડપના કારણે માર્ગ અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. જેના પગલે આ હાઇવે અકસ્માત ઝોન તરફ અગ્રેસર થઈ રહ્યું છે ત્યારે આજરોજ સર્જાયેલા વધુ એક માર્ગ અકસ્માતમાં ત્રણ બાળકો સહિત ચાર લોકોને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે જેમાં લીમખેડા તાલુકાની ઢઢેલા સ્કૂલમાં અભ્યાસ કરતા ત્રણ બાળકોને તેના પિતા શાળા છૂટવાના સમયે લેવા ગયા હતા જ્યાંથી પરત ઘરે આવતી વેળાએ દાભડા નજીક પાછળથી પૂર ઝડપે આવી રહેલી એસટી બસે મોટરસાયકલને અડફેટમાં લેતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણ બાળકો સહીત ચાર લોકોના શરીરે ઇજાઓ પહોંચી હતી.જે બાદ ભેગા થયેલા આસપાસના લોકોએ ચારેય ઈજાગસ્તોને ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે દાહોદના ઝાયડસ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં હાલ ચારેય વ્યક્તિઓ સારવાર હેઠળ છે.ત્યારે આ મામલે લીમખેડા પોલીસ દ્વારા એસ.ટી બસના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!