Wednesday, 04/12/2024
Dark Mode

છાપરી ના ગૌચરની જમીનને ગાયબ કરી દેવાના એ વિવાદિત પ્રકરણ સમેત.. દાહોદ કલેકટરાય કચેરીના એસ.આઇ.ટી ટીમ ને તપાસો સુપ્રત કરવામાં આવે તો મૂળ આદિવાસી ખેડૂતોની જમીનો ના બારોબાર બીન ખેતી પ્રકરણો માં સરકારના કરોડો રૂ! ના પ્રીમિયમ ચોરીના કારસ્તાનો બહાર આવવાની સંભાવનાઓ

October 24, 2023
        548

રાજેશ વસાવે :- દાહોદ 

છાપરી ના ગૌચરની જમીનને ગાયબ કરી દેવાના એ વિવાદિત પ્રકરણ સમેત..

દાહોદ કલેકટરાય કચેરીના એસ.આઇ.ટી ટીમ ને તપાસો સુપ્રત કરવામાં આવે તો મૂળ આદિવાસી ખેડૂતોની જમીનો ના બારોબાર બીન ખેતી પ્રકરણો માં સરકારના કરોડો રૂ! ના પ્રીમિયમ ચોરીના કારસ્તાનો બહાર આવવાની સંભાવનાઓ..

દેલસરના ગરીબ આદિવાસી ખેડૂતો પણ રસ્તે રઝડતા થઈ ગયા હોવાની દર્દભરી ચર્ચાઓ..

દાહોદ તા. ૨૪

      દાહોદ કસ્બાની અને શહેરને અડીને આવેલ મૂળ આદિવાસી ગરીબ ખેડૂતોની ખેતીની જમીનોના સસ્તા ભાવે આંતરિક સોદાઓ કર્યો બાદ દાહોદ કલેકટર ની પૂર્વ મંજૂરીઓ વગર દાહોદ તાલુકા પંચાયત કચેરીના નામના સંદિગ્ધ બિન ખેતીના હુકમો ના આધારે દાહોદ સીટી સર્વે કચેરીમાં વેચાણ નોંધો અને બારોબાર પ્રમાણિત કરીને કરોડો રૂપિયાના ચોક્કસ સિન્ડિકેટ ગેંગ દ્વારા ઉભા કરાયેલા સામ્રાજ્ય સામે દાહોદ કલેકટરાય કચેરી દ્વારા એસ.આઇ.ટી. ટીમ ને તપાસો સુપ્રત કરવામાં આવે તો સરકારના કરોડો રૂપિયાના પ્રીમિયમ ચોરીના સ્ફોટક રહસ્યો બહાર આવવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. સાથો સાથ દાહોદ દિલસર ખાતે ખેતીની જમીનો ધરાવતા કેટલાક ગરીબ આદિવાસી ખેડૂતોની જમીનોના સોદાઓ વગદાર ચહેરાઓ દ્વારા અંદરખાને કરાવી લેવામાં આવ્યા હોય આ ગરીબ આદિવાસી ખેડૂતો રસ્તે રઝડતા થઈ ગયા હોવાની દર્દભરી હકીકતો પણ ચર્ચાઓમાં ગોઠવાઈ છે.

છાપરી ના ગૌચરની જમીનને ગાયબ કરી દેવાના એ વિવાદિત પ્રકરણ સમેત.. દાહોદ કલેકટરાય કચેરીના એસ.આઇ.ટી ટીમ ને તપાસો સુપ્રત કરવામાં આવે તો મૂળ આદિવાસી ખેડૂતોની જમીનો ના બારોબાર બીન ખેતી પ્રકરણો માં સરકારના કરોડો રૂ! ના પ્રીમિયમ ચોરીના કારસ્તાનો બહાર આવવાની સંભાવનાઓ

     કાંઈક આ જ પ્રકારના ચોકાવનારા પ્રકરણમાં દાહોદ શહેરમાં લગભગ સમાવેશ થઈ ગયેલ છાપરી ગામના રેવન્યુ સર્વે નંબર 114 અને 115અ ની મૂળ આદિવાસી ખેડૂતોની જમીનો અને અડીન આવેલ ગૌચરની જમીનને ગાયબ કરીને કરોડો રૂપિયાના ઉભા કરાયેલા ધંધાકીય સામ્રાજ્યના ચોકાવનારા ઇતિહાસ સામે જાગૃત અરજદાર વિનોદ ચંદ્ર પટેલ દ્વારા તલસ્પર્શી તપાસો હાથ ધરવાની માંગ કરી હતી..

છાપરી ના ગૌચરની જમીનને ગાયબ કરી દેવાના એ વિવાદિત પ્રકરણ સમેત.. દાહોદ કલેકટરાય કચેરીના એસ.આઇ.ટી ટીમ ને તપાસો સુપ્રત કરવામાં આવે તો મૂળ આદિવાસી ખેડૂતોની જમીનો ના બારોબાર બીન ખેતી પ્રકરણો માં સરકારના કરોડો રૂ! ના પ્રીમિયમ ચોરીના કારસ્તાનો બહાર આવવાની સંભાવનાઓ

     દાહોદ શહેરને અડીને આવેલ છાપરી ગામ કે જ્યાં દાહોદ કલેકટરાય થી લઈ ને જિલ્લા સત્તાધીશો ની ઓફિસો આવેલ છે. આ છાપરી ગામના જાહેર માર્ગ ઉપર આવેલ રે સર્વે નં 114 અને 115/અ ની મૂળ આદિવાસી નિરાધાર મહિલા વારસદરોની ખેતીની જમીનને દાહોદ તાલુકા પંચાયત કચેરી ના સંદિગ્ધ બિન ખેતીના હુકમના આધારે ઈટ ઉદ્યોગના બદલે સરકાર ના લાખ્ખો રૂપિયા પ્રીમિયમના નાણાં ભરપાઈ કરવા ના પડે અગર તો સરકારના પ્રીમિયમની ચોરી કરવાના આશયો સાથે હેતુફેર ની પૂર્વ મંજૂરીઓ વગર ઊભા કરાયેલા કરોડો રૂપિયાના ધંધાદારી સામ્રાજ્ય સામે શરતભંગ હેઠળ કાર્યવાહી હાથ ધરીને મંજૂરીઓ વગરના બાંધકામો દૂર કરવા સંદર્ભમાં જાગૃત અરજદાર વિનોદભાઈ પટેલ દ્વારા દાહોદ જિલ્લાના મહેસૂલી તંત્રના સત્તાધીશો સમક્ષ કરવામાં આવેલા લેખિત રજૂઆતના પગલે ભુ-માફીયા સિન્ડિકેટ ગેંગ સમેત ખૂણે ખાચરે વહીવટી તંત્રમાં પણ એક પ્રકારનો સન્નાટો પ્રસરી જવા પામ્યો છે. એટલા માટે કે છાપરી ગામના આ બંને વિવાદિત જમીનના 7/12 ની નકલોમાં જે ક્ષેત્રફળ હતું એમાં હિસ્સા ફોર્મ નં.4 ના આધારે બારોબાર 7/12 ની નકલો મા જે પ્રમાણે ક્ષેત્રફળ નો વધારો કરવામાં આવ્યો છે આ જોતા આ વિવાદિત જમીન ને અડી ને આવેલ ગૌચરની જમીનને ગાયબ કરી દેવામાં આવી હોવાની સ્ફોટક ચર્ચાઓ પણ સમાંતરે ગોઠવાઇ છે.!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!