કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા ખાતે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 અંતર્ગત કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું.
સીંગવડ તા. ૨૨
સિંગવડ તાલુકા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો જેમાં સિંગવડ તાલુકાના 71 ગામોના ખેડૂત મિત્રોને વૈજ્ઞાનિક ઢબે ઉપસ્થિત વૈજ્ઞાનિકો અને તજજ્ઞો દ્વારા વિશેષ માર્ગદર્શન અને વિવિધ યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા પ્રસંગે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે ખેડૂત મિત્રોને આવનાર સમયમાં ઓર્ગેનિક ખેતી તરફ વળવાની જરૂર સહીત રોકડિયા પાક ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સિંગવડ તાલુકાના ખાતે જી એલ શેઠ હાઇસ્કુલ સિંગવડ ના પ્રાંગણમાં ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત દાહોદ અને આતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 અંતર્ગત વિશેષ કૃષિ મેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા દીપ પ્રગટાવી ખુલ્લો મુક્યો હતો સાંસદ જસવંત સિંહ ભાભોરે ભારત દેશ ધાન્યનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે 15 મિલિયન મેટ્રિક ટન ધાન્ય નું ઉત્પાદન કરતો દેશ છે જ્યારે દાહોદ જિલ્લાના ખેડૂતો ને આગામી દિવસોમાં ગાયનું પાલન કરસે જેને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સહાય આપશે તેમજ ગાયનું દૂધ, ઘી, છાશ પૌષ્ટિક ગણાય છે
આગામી દિવસોમાં સિંગવડ તાલુકામાં 500 જેટલી વિવિધ વિસ્તારના ગામોમાં ગાયો આપવામાં આવે તેવી યોજના બનાવવા માટે પણ ખેતીવાડી વિભાગને સુચના કરી હતી જ્યારે ખેડૂત મિત્રોને આજની ખેતીને આધુનિક ધબ ની ખેતી કરવામાં આવે તેમજ દવાઓનું પ્રમાણ બંધ કરી ઓર્ગેનિક ખેતી તરફ પ્રયાણ કરવાની જરૂર હોવાનું જણાવ્યું હતું જેનાથી થતી વિવિધ બીમારીઓ જેવી કે કેન્સર તથા બીજી ઘણી બીમારીઓ ના ઘર બંધ થશે અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ પગભર થઈ શકે જેના કારણે આવનાર સમયમાં સ્થળાંતર અટકશે જ્યારે તમામ ખેડૂતોને ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી કરવા અપીલ કરી હતી રાજ્ય સરકારે ખેડૂતો માટે વિવિધ યોજના અમલમાં મૂકી છે ત્યારે 0% વ્યાજ સહિત અનેક યોજનાનો લાભ લઇ વિવિધ સ્ટોલો ની મુલાકાત લેવા ખેડૂત મિત્રોને અપીલ કરી હતી જ્યારે વર્ષ 23- 24 મિલેટ વર્ષ ના મેળા મા 16 જેટલા ખેડૂત મિત્રોને બાજરી, નાગલી, પ્રાકૃતિક ખેતી માટે શાકભાજી ,આદુ ,હળદર, ટ્રેક્ટર ની સહાય,ખુલ્લી પાઇપલાઇન ,સોલાર ,ફેન્સીંગ તાડપત્રી સહાય, બકરા એકમ સહિત ખેતીવાડી અનુલક્ષીને વિવિધ યોજનાઓ ના એસેટ આપવામાં આવ્યા હતા તેમજ સાલ અને પ્રમાણપત્ર આપી ખેડૂત મિત્રોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે દાહોદ જિલ્લા ખેતીવાડી અધિકારી સહિત ગ્રામસેવકો ,કૃષિ વિજ્ઞાનકો, તાલુકા પંચાયત સિંગવડના પ્રમુખ ગોવિંદભાઈ વહુનીયા, પૂર્વ પ્રમુખ સી કે કિશોરી, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય કરણસિંહ વણઝારા સહિત પ્રોજેક્ટ ડાયરેક્ટર સહિત વિસ્તારના આગેવાનોને ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા