કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકા પ્રાથમિક શાળા ખાતે વય નિવૃતિ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
સિંગવડ તા. ૨૨
સિંગવડ તાલુકા પ્રાથમિક શાળા ખાતે નોકરી કરતા પૂજાલાલ પ્રજાપતિ વયનિવૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો તેમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો હતો જેમાં સિંગવડ તાલુકાના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સી કે કિશોરી તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ વહુનીયા દાહોદ જિલ્લા શૈક્ષિક શિક્ષક સંઘ પ્રમુખ દેશીંગભાઇ તડવી સિંગવડ તાલુકા શૈક્ષિક સંઘના પ્રમુખ તથા શિક્ષક સંઘના પ્રમુખ બી.આર.સી કો.ઓર્ડીનેટર કામોલ સી.આર.સી કો.ઓડિને ટરો તથા શિક્ષક સ્ટાફ તથા ગ્રામજનો અને વિદ્યાર્થી ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે કાર્યક્રમના પ્રારંભમાં સ્વાગત ગીત પ્રાથમિક શાળાની બાલિકાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું જ્યારે પુંજાલાલ પ્રજાપતિ 11.2.84 થી 13 7 1989 માં પ્રથમ પ્રાથમિક શાળા ચુંદડી મુકામે નોકરી પર લાગ્યા હતા જ્યારે 14 7 1989 થી 3 12 1999 સુધી રણધીપુર મુખ્ય પ્રાથમિક શાળા નોકરી બજાવી હતી ત્યાર પછી 4.12.1999 થી 31 10 2023 સુધી તાલુકા પ્રાથમિક શાળા સિંગવડમાં શિક્ષક તરીકે નોકરી પૂર્ણ કરવામાં આવી હતી જ્યારે આખા ગુજરાતમાં 40 વર્ષ 5 મહિના અને 27 દિવસની શિક્ષક તરીકેની આટલી સળંગ નોકરી કરનાર પ્રથમ શિક્ષક હતા જ્યારે તેમને નોકરી દ્વારા ચૂંટણીની પ્રિસાઇડિંગ તરીકે 25 વર્ષ સારી કામગીરી કરી હતી જ્યારે મતદાન સુધારણા BLO ઓફિસર તરીકે કામગીરી કરવામાં આવી હતી જ્યારે 25.1.1985 થી 30 11 2021 સુધી ડાયસ સંતરામપુર તથા ડાયટ દાહોદ દ્વારા ધોરણ એક થી પાંચ તથા ધોરણ 6 થી 7 ના અલગ અલગ વિષયના માસ્ટર ટ્રેનર તથા શ્રેષ્ઠ તજજ્ઞ શિક્ષક તરીકે તાલીમ કુલ 126 વખત લીધી હતી જ્યારે દાહોદના સાંસદ જશવંતસિહ ભાભોર દ્વારા તેમના પિતા તથા માતા ગંગાબેન ને ખૂબ યાદ કરવામાં આવ્યા હતા અને તેમના પરિવાર સાથે ઘણો જૂનો સંબંધ હોય તેમ જણાવવામાં આવ્યું હતું જ્યારે કડવા કાકા ખૂબ સુખી કુટુંબના હોય તેમના તમામ છોકરાને છોકરીને નોકરી લગાડવામાં આવ્યા હતા ત્યારે પૂજાલાલ પણ નિવૃત્ત થયા પછી પણ સ્કૂલોમાં સેવા આપીને વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપશે તેમ જણાયું હતું જ્યારે સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા પુંજાલાલ ને સાલ ઓઢાડી નારીયળ આપી અને સાથે તેમના ધર્મપત્નીને પણ સાંસદ દ્વારા સાડી આપવામાં આવી હતી જ્યારે પૂજાલાલ દ્વારા પ્રાથમિક શાળા સિંગવડ ને 15, 555 ની ભેટ આપવામાં આવી હતી ત્યાર પછી સૌએ ભોજન પ્રસાદી લેવામાં આવી હતી