Sunday, 08/09/2024
Dark Mode

મહીસાગર MGVCL કોર્પોરેટ કચેરીના વિજિલન્સ વિભાગ દ્વારા વીજ ચેકીંગ હાથ ધરતા 44 વીજ જોડાણોમાં ચોરી ઝડપાઇ..

October 12, 2023
        609
મહીસાગર MGVCL કોર્પોરેટ કચેરીના વિજિલન્સ વિભાગ દ્વારા વીજ ચેકીંગ હાથ ધરતા 44 વીજ જોડાણોમાં ચોરી ઝડપાઇ..

મહીસાગર MGVCL કોર્પોરેટ કચેરીના વિજિલન્સ વિભાગ દ્વારા વીજ ચેકીંગ હાથ ધરતા 44 વીજ જોડાણોમાં ચોરી ઝડપાઇ..

સંતરામપુર તા.૧૨

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા કોર્પોરેટ કચેરીના વિજિલન્સ વિભાગના નેજા હેઠળ વીજ ચોરી કરતા વિજગ્રાહકો ઝડપી પાડવા માટે મહીસાગર જિલ્લા એમજીવીસીએલના વિજિલન્સ વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવી જિલ્લામાં ચેકીંગ હાથ ધરવામાં આવે છે અને વીજ ચોરી કરતા જોડાનો ચેક કરીને દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે ફરીએક વાર એમ જી વી સી એલ એ વીજ ચોરી કરતા લોકો સામે લાલ આંખ કરી છે.

MGVCL દ્વારા કોર્પોરેટ કચેરીના વિજિલન્સ વિભાગ દ્વારા સંતરામપુર તાલુકામાં કુલ 14 અધિકારીઓની ટીમ બનાવી વિજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 319 વિજકનેક્શન ચેક  કરતા 44  વિજકનેક્શનમા ગેરરીતિ જણાઈ આવી હતી અને 6.10 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી નોંધનીય છે કે આગામી સમયમાં તહેવારો  આવી રહ્યા છે ત્યારે પૂરતો વીજ પુરવઠો મળી રહે અને વીજ લોસ ઘટાડવા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને આગામી સમયમાં પણ આ વીજ ચેકિંગ ઝુંબેશ કાર્યરત રહેશે અને વીજચોરી કરી ગેરરીતી આચરતા ઇસમો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે આગાઉ પણ જિલ્લામાંથી વીજ ચોરી ઝડપાઇ હતી અને વીજ ચોરી કરતા લોકો સામે દંડ ફટકારવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!