રાહુલ ગારી :- ગરબાડા
ઝરી બુઝર્ગ ગામના મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને આર્થિક સહાય ચૂકવવા ગરબાડાના ધારાસભ્યની મુખ્યમંત્રી સાથે મુલાકાત..
ગરબાડા તા. ૧૨
ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગના એક જ પરિવારના છ લોકોના અકસ્માતમાં મૃત્યુ થતા ધારાસભ્ય મહેન્દ્ર ભાભોરે મૃતકના પરિવારને આર્થિક સહાય કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગાંધીનગર ખાતે રજૂઆત કરી હતી..
ગરબાડા દાહોદ નેશનલ હાઈવે પર પાટીયાઝોલ નાં તળાવ નજીક સર્જાયેલા રીક્ષા અને ટ્રકના અકસ્માતમાં ઝરી બુઝર્ગ ગામના એક જ પરિવારના છ લોકોના ઘટના સ્થળે કમ કમાટી ભર્યા. મોત નિપજ્યા આ ઘટનાને લઈને ગરબાડા તાલુકા સહિત દાહોદ જિલ્લામાં શોકની લાગણી ફરીવળી હતી મૃતકના પરિવારને સરકાર દ્વારા આર્થિક સહાય મળે તે માટે ગરબાડા 133 વિધાનસભાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રૂબરૂમળી મુખ્યમંત્રી રાહત ફંડ માંથી સહાય આપવામાં આવે તેવી પત્ર લખી રજૂઆત કરી હતી.