Tuesday, 03/12/2024
Dark Mode

ફરજ પર જાન ગુમાવનાર શહીદ પોલીસ કર્મચારીને અકસ્માત વળતરના જવાનોના પરિવારને11 વર્ષે ન્યાય મળ્યો..છ સહિત પોલીસ કર્મચારીઓને અકસ્માત વળતરના 1.36 કરોડ ચૂકવવા દાહોદ કોર્ટનો ડીજીપીને હુકમ..

October 12, 2023
        394
ફરજ પર જાન ગુમાવનાર શહીદ પોલીસ કર્મચારીને અકસ્માત વળતરના જવાનોના પરિવારને11 વર્ષે ન્યાય મળ્યો..છ સહિત પોલીસ કર્મચારીઓને અકસ્માત વળતરના 1.36 કરોડ ચૂકવવા દાહોદ કોર્ટનો ડીજીપીને હુકમ..

તત્કાલીન મુ.મંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભાના બંદોબસ્તમાંથી પરત આવતાં સાંપોઇમાં પોલીસ વાન કૂવામાં પડતાં 11ના મોત થયા હતાં..

 ફરજ પર જાન ગુમાવનાર શહીદ પોલીસ કર્મચારીને અકસ્માત વળતરના જવાનોનાપરિવારને11 વર્ષે ન્યાય મળ્યો..

 છ સહિત પોલીસ કર્મચારીઓને અકસ્માત વળતરના 1.36 કરોડ ચૂકવવા દાહોદ કોર્ટનો ડીજીપીને હુકમ

અદાલતે તમામ કર્મચારીને 8 ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવાનું ટાંક્યું:આરોપીઓ લઇ જવાની વાન હોવાનું કહીને વીમા કંપનીએ હાથ ખંખેર્યા..

દાહોદ તા.12

હાલના દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલિન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની દાહોદ જિલ્લાના ઝાલોદમાં 14 ઓક્ટોબર 2012ના રોજ જાહેરસભાના બંદોબસ્તમાંથી પરત આવતી પોલીસ સરકારી મીની બસમાં મહિલા અને પુરૂષ મળી 17 પોલીસ કર્મચારી સવાર હતાં. ત્યારે ઝાલોદ તાલુકાના સાંપોઈ ગામ નજીક મીની બસના ચાલકને અચાનક હાર્ટ એટેકનો હુમલો થતા વાહન ઉપરનો કાબુ ગુમાવ્યો હતો. બસે રસ્તો છોડી દેતાં નાના કુવામાં ખાબકી હતી. આ બસમાં સવાર કુલ 17 પૈકી છ મહિલા પોલીસ સહિત કુલ 11 પોલીસ કર્મચારીઓના કુવાના પાણીમાં ડુબી જવાથી મોત નીપજ્યાં હતા. જ્યારે 6 લોકોનો બચાવ થયો હતો. ફરજ ઉપર મોતને ભેટેલા આ કર્મચારીઓને બાદમાં સરકારે શહિદીનો દરજ્જો પણ આપ્યો હતો. અકસ્માત વળતર માટે છ કર્મચારીના વાલી વારસોએ દાહોદની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં કેસ કર્યો હતો. તમામ એક સરખા પ્રકરણ હોવાથી કોર્ટ કેસ મર્જ કરી દીધા હતા. અકસ્માત વળતરના આ કેસમાં જે મીની બસનો અકસ્માત થયો હતો.તે વાન આરોપીઓ લઇ જવા માટેની હતી. પોલીસ કર્મચારીઓ માટે ન હોવાની દલીલ કરીને વીમા કંપનીએ વળતર આપવામાંથી હાથ ખંખેરી લીધા હતાં. જોકે, આ કેસના વકીલો સૌરભ રાજાપુરવાલા, હોઝેન મીસ્ટર અને શોધેબ મઞાનીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને ડિસ્ટ્રીક્ટ જજ નીપાબેન રાવલ વાહન માલિક તરીકે DGP અને આઈજીપીને અકસ્માત વળતર પેટે કર્મચારીઓને 1,36,35,000 રૂપિયા 8 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો હૂકમ કર્યો છે. ફરજ ઉપર જાન માના. પોલીસ કર્મચારીઓના વાલી વારસોને 11 વર્ષે ન્યાય મળ્યો હતો.

ક્યા શહીદ કર્મીના વાલીને વળતર અપાશે

  • રસનભાઇ નિનામા,મોટી હાંડી
  • સંગીતાબેન તડવી,ખોડવા
  • સુમિત્રાબેન ગણાવા, ઝરીબુઝર્ગ
  •  ગુણવંતિબેન મુનિયા,ગરાડુ
  • શારદાબેન ચારેલ ડુંગરી
  • ચેતનકુમાર ડાભોર, કલ્યાણપુરા..

પોલીસ વાનના માલિક તરીકે ડીજીપી અને આઇજીપીને પક્ષકાર બનાવાયા હતા

માર્ગ અકસ્માતના કિસ્સામાં જો વીમા કંપની વળતર ના ચૂકવે તો તેનું વળતર વાહન માલિકને ચૂકવવુ પડે તે માટે આસ્માત વળતરના કેસમાં ત્યારે અકસ્માત વળતરનો કેસ કરવા માટે વીમા કંપની સાથે વાહન માલિકને પક્ષકાર બનાવવામાં આવે છે. કુવામાં પડી હતી તે પોલીસ વિભાગની મીની વાન હતી. કોર્ટમાં વળતર માટે વીમા કંપની સામે તો કેસ કરાયો હતો પરંતુ વાનના માલિક ડીજીપી અને આઇપીને ગણવામાં આવ્યા હતાં, ક્રર્મચારીઓના વાલી -વારસોએ અસ્માત વળતર માટે ઇન્સ્યોરન્સ કંપની અને વાહનના માલિક તરીકે ડીજીપી અને આઇજીપીને પક્ષકાર બનાવ્યા હતાં. આ કેસ દાહોદ કોર્ટમાં ચાલી જતાં વીમા કંપનીએ આ પોલીસ વાન આરોપીઓ લઈ જવા માટે હતી નહીં કે પોલીસ કર્મચારીઓ માટે, જેથી વીમાની રકમ આપી ન શકાય તેવી દલીલ કરીને હાથ અદ્ધર કરી દીધા હતાં. વીમા કંપની અકસ્માત વળતર આપવામાંથી છટકી જતાં કોર્ટે આ કેસમાં વિગતવાર  અભ્યાસ બાદ વાહનના માલિક તરીકે ડીજીપી અને આઇજીપીને છ કર્મચારીઓને વ્યાજ સાથેનું વળતર ચૂકવવાનો તુક્રમ કર્યો હતો.

4 માંચૂકાદો બાકી:અઢી કરોડ રકમ થશે

અકસ્માત બાદ પોલીસ કર્મીના વાલિ વારસોએ  અકસ્માત વળતર માટે કોર્ટમાં કેસ કર્યા હતાં, જેમાં લુણાવાડાના એક કેસમાં થોડા સમય પહેલા ચૂકાદો આવ્યો હતો.જ્યારે દાહોદમાં છ પોલીસ કર્મીઓ ચૂકાદો આવ્યો છે.જ્યારે 4 ના ચૂકાદા બાકી છે.જયારે છ કર્મચારીઓને 1,36,3500 રૂપિયાનું અકસ્માત વળતર કે ટકા વ્યાજ સાથે આપવાનો હુક્મ થયો છે. ત્યારે વિતેલા વર્ષના 8 ટકા માજની ગણતરી કરાય તો આ રકમનો આંકડો અઢી કરોડને આબશે તેમ લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!