રાહુલ ગારી :- ગરબાડા
જેસાવાડા પોલીસે ટ્રેક્ટરમાં લઇ જવાતો 1.94 લાખના વિદેશી દારૂ સાથે બે ખેપીયાઓને ઝડપી જેલભેગા કર્યા.
જેસાવાડા પોલીસે 1.94 લાખનો દારૂ તેમજ ટ્રેક્ટર તથા ટ્રોલી મળી 5.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો..
દાહોદ તા.૧૦
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે એક ટ્રેક્ટરમાંથી વિદેશી દારૂ તથા બીયરના કુલ રૂા. ૧,૯૪,૪૦૦ના પ્રોહી જથ્થા સાથે ટ્રેક્ટરની કિંમત મળી કુલ રૂા. ૫,૨૪,૪૦૦ નો જથ્થો કબજે કર્યાનું જ્યારે ટ્રેક્ટરના ચાલક સહિત બે ઈસમો પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.
ગત તા.૦૯મી ઓક્ટોમ્બરના રોજ જેસાવાડા પોલીસને મળેલ બાતમીના આધારે જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ટ્રેક્ટર પસાર થતાં પોલીસ સાબદી બની હતી. ટ્રેક્ટરના ચાલક પીન્ટુભાઈ ગણપતભાઈ બારીયા (રહે. ડભવા, તા. ધાનપુર, જિ. દાહોદ) અને તેની સાથેનો સંજયભાઈ અમરસિંહ ભાભોર (રહે. આંબલી ખજુરીયા, સિમોડા ફળિયા, તા. ગરબાડા, જિ.દાહોદ)નો દુરથી પોલીસને જાેઈ બંન્નેએ પોતાના કબજાના ટ્રેક્ટરને સ્થળ પર મુકી નાસી ગયાં હતાં. પોલીસે ટ્રેક્ટરની ટ્રોલીમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ. ૭૨૦ કિંમત રૂા. ૧,૯૪,૪૦૦ નો પ્રોહી જથ્થો કબજે કર્યાે હતો.
આ સંબંધે જેસાવાડા પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
————————-