
યાસીન ભાભોર :- ફતેપુરા
ફતેપુરામાં જૂની પેન્શન યોજના તેમજ પડતર પ્રશ્નોની માંગણી સાથે ફતેપુરા તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા ધારાસભ્યને આવેદનપત્ર.
ફતેપુરા તા. ૮
તારીખ 7 ઓક્ટોબર 2023 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ફતેપુરા તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ના વિવિધ હોતેદારો અને સભ્યો એકઠા થયા હતા અને ફતેપુરા તાલુકા પંચાયત કચેરીએ ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારા ને આવેદનપત્ર આપ્યું હતું. તેઓએ જુની પેન્શન યોજના લાગુ કરવા બાબતે તેમજ તેમના વિવિધ પડતર પ્રશ્નોના નિકાલ બાબતે ધારાસભ્ય રમેશ કટારા ને આવેદનપત્ર આપ્યું હતું અને સરકારમાં ભલામણ કરવા માટે વિનંતી કરી હતી
ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારા એ તેઓની રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી હતી અને સરકાર સુધી તેમની માંગણીઓ પહોંચાડવાની ખાતરી આપી હતી