રાજેશ વસાવે :- દાહોદ
સ્વ. કવિ વજેસિંહ પારગી શ્રધ્ધાંજલિ કાર્યક્રમ બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે યોજાયો.
દાહોદ તા. ૮
દાહોદ જિલ્લાના ઈટાવા ગામનાં વતની, કવિ, નવજીવન પ્રેસ અમદાવાદના પ્રુફ રીડર, જોડણીકાર, ગુજરાતી ભાષા તજજ્ઞ એવા વજેસિંહ પારગીનું કેન્સરની લાંબી બિમારી બાદ 60 વર્ષની વયે દુઃખદ અવસાન તારીખ 23/09/2023 ના રોજ થયુ હતુ. તેઓની વિદાયના પગલે સમગ્ર ગુજરાતી સાહિત્ય જગત અને ગુજરાતના પૂરા આદિવાસી સમુદાયમાં શોક ફેલાયો હતો. આજ તારીખ 08/10/2023 ના રોજ બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે તેઓ માટે ભાવાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બે મિનીટ મૌન પાળવામાં આવ્યું
હતું. ઉપસ્થિત સૌ દ્વારા સ્વ. કવિની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કવિ વજેસિંહ પારગીના માતૃશ્રી ચતુરાબેનને લોકફાળાથી એકત્રિત કરેલ નિધિ સ્વરૂપે રૂપિયા 1,11,111/- (એક લાખ અગિયાર હજાર એક સો અગિયાર રૂપિયા) નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
ભવનના ઉપપ્રમુખ ડૉ. અનિલભાઈ બારીયા, મંત્રી સી.આર. સંગાડા, સભ્યો દિનેશભાઇ બારીયા, પ્રા.હરિપ્રસાદ કામોલ, અતુલભાઈ બારીયા, નયનભાઈ ખપેડ, રાજેશભાઈ ભાભોર, મુકેશભાઈ ભુરીયા, રાજુભાઈ વસૈયા, રાજેશભાઈ વસાવે સહિત મેનેજમેન્ટ ટીમના તમામ સદસ્યો ઉપસ્થિત રહીને શબ્દોથી ભાવાંજલિ વ્યક્ત કરી હતી. આદિવાસી સમાજના અગ્રણીઓ રાજુભાઈ વલવાઈ, કેતનભાઈ બામણિયા, વી.આર. ચારેલ, ફતેસિંહ પારગી ઉપસ્થિત રહીને શબ્દોથી ભાવાંજલિ રજૂ કરી હતી.
સાહિત્યકારો વિનુભાઈ બામણિયા, બાબુ સંગાડા, પ્રવીણ ખાંટ, પ્રવીણ જાદવ, ચંદુભાઇ પ્રજાપતિ, ડૉ. ગણેશ નિસરતા, ડૉ. સુરેન્દ્ર બારીયા, સતીષ પરમાર, સુરેશભાઈ રાણા, હનાન ગરબાડાવાલા વગેરે ઉપસ્થિત રહીને શબ્દોથી ભાવાંજલિ રજૂ કરી હતી.
સ્વ. કવિ વજેસિંહ પારગી દ્વારા લિખિત કાવ્ય સંગ્રહો ” આગિયાનું અજવાળું” અને ” ઝાકળના મોતી” વિશે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રા. હરિપ્રસાદ કામોલ દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર દર્શન રાજુભાઈ વસૈયા દ્વારા કરવામાં આવ્યું હતુ.