મહેન્દ્ર ચારેલ :- સીંગવડ
સિંગવડના નીચવાસ બજારમાં દૂષિત પાણી દૂષિત પાણી ફરી વળતા તલાટી કમમંત્રીને રજૂઆત કરાઈ.
સીંગવડ તા. ૭
સિંગવડના નીચવાસ બજાર અંબે માતાના મંદિર પાસે દૂષિત પાણીનો ભરાવો થતો હોય તેના લીધે આજુબાજુ રહેતા નાગરિકોને બીમારીઓનો ભોગ બનવું પડતું હોય છે જ્યારે હમણાં ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગો ખૂબ પ્રમાણમાં ચાલતા અને આ રોગોના લીધે લોકો બીમાર પડતા હોય ત્યારે આ દૂષિત પાણીના લીધે પણ અંબે માતાના મંદિરની આજુબાજુના લોકોને આ દૂષિત પાણી વેઠવાનો વારો આવતો હોય છે જ્યારે ટૂંક સમયમાં નવરાત્રી આવવાની હોય અને અંબે માતાના મંદિર પર નવરાત્રી ના ગરબા નું આયોજન કરવામાં આવવાનું હોવાના લીધે આ દૂષિત પાણીના લીધે ગરબા કેવી રીતે રમવા તેને ધ્યાનમાં લઈને અંબે માતાના મંદિર તથા નવરાત્રી આયોજકો દ્વારા આ દૂષિત પાણી જે લોકોના ઘરોમાંથી નીકળીને મંદિરે ભેગું થાય છે તેને બંધ કરવામાં આવે તેના માટે આજરોજ આયોજકો દ્વારા સિંગવડના તલાટી કમ મંત્રીને અરજી આપીને આ દૂષિત પાણી કાયમ માટે બંધ કરવામાં આવે તેવી અરજી આપવામાં આવી હતી અને તે અરજીને ધ્યાનમાં લઈને તલાટી કમ મંત્રી દ્વારા સ્થળ પણ તપાસ કરીને દૂષિત પાણી નીકળતા તમામ ઘરના લોકોને પાણી બંધ કરવા મૌખિક જાણ કરવામાં આવી હતી તેમ કરવામાં નહીં આવશે તો સિંગવડ પંચાયત તેમના સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.