નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ માં એન.એસ.એસ. યુનિટ દ્વારા ૨ જી ઓક્ટોબર ગાંધીજીની જન્મ જયંતી ને અનુલક્ષીને સ્વચ્છતા હી સેવા અભિયાન.
દાહોદ તા. ૨
આજ રોજ તા. 01/09/2023 રવિવારના રોજ ૨જી ઓક્ટોબર “રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ” જન્મ જયંતિ નિમિત્તે માનનીય વડાપ્રધાનશ્રી ના એક કલાક શ્રમદાન કરવાના સૂચન મુજબ એન. એસ. એસ. ના સ્વયંસેવકો દ્વારા કોલેજમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કોલેજ કેમ્પસની સફાઈ કરવામાં આવી હતી.આ અભિયાનનું આયોજન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. શ્રેયસ પટેલ તેમજ શ્રી રાહુલ ગોહિલ દ્વારા કોલેજના આચાર્ય ડૉ.ગૌરાંગ ખરાદી સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.