
ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને લાગ્યું ગ્રહણ
શિકારી ફળિયામાં ગટરના દૂષિત પાણી રસ્તા પર ફરી વળતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત…
સંતરામપુર તા. ૩૦
સંતરામપુરના શિકારી ફળિયા વિસ્તારમાં ગંદા પાણીથી ઉભરાતી ગટરો દેશના વડાપ્રધાન સ્વચ્છ ભારત મિશનનું સતત પ્રયાસ ચાલી રહેલો છે. આખા ભારત દેશમાં સ્વચ્છ રાખવા માટેના સંદેશો આપી રહ્યા છે ત્યારે સંતરામપુરના શિકારી ફળિયા વિસ્તારમાં ગટરો ચોક થઈ જવાના કારણે અને પાણીનો નિકાલ ના થતા રોડ ઉપર જ ગંદુ પાણી ચારે બાજુથી ભરાઈ જવાના કારણે લોકોને ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ પડી રહ્યો છે ઘર આંગણેજ ગંદુ પાણી ભરી લેતા ગંભીર બીમારીઓ થઈ રહેવાની સંભાવના જોવાઈ રહેલી છે હાલમાં અત્યારે પણ કેટલાક વિસ્તારોમાં મેલરીયા ડેન્ગ્યુ કેસો પણ જોવાઈ રહેલા છે નગરપાલિકા તરફથી સફાઈની સુવિધા ન મળવાના કારણે આ વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી ઘર આંગણે ગંદુ પાણી ભરાઈ ગયું જોવા મળી આવેલું છે આ રોડ પરથી ગંદા પાણી અંદર જ પગ મૂકીને પસાર થવું પડે છે તેની પરિસ્થિતિ સર્જાયેલી છે તેમ છતાં નગરપાલિકાની પેટનું પાણી હલતુંપી નથી અને એનો નિકાલ કરવા પણ તૈયાર નથી આવી પરિસ્થિતિ જોવા મળી આવેલી છે સંતરામપુરમાં રૂપિયા 17 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર ની યોજના હોવા છતાં એ લોકોને હજુ પણ ખુલ્લી ગટરો ઉભરાતી ગટરો અને કાદવ કીચડ અને રોડ ઉપર જ ભરાઈ રહેતા નગરજનો મુશ્કેલી રહે તેવી જોવાયેલું છે સ્વચ્છ ભારત સ્વસ્થ મિશનના નગરને સ્વચ્છ રાખવા માટે નગરપાલિકાની જરાય રસ જોવાઈ રહેલો નથી આ વિસ્તારના નાગરિકો વારંવાર સફાઈ માટે રજૂઆત કરવા છતાંય આજ દિન સુધી આનો નિકાલ આવતો જ નથી આ વિસ્તારના નાગરિકે સફાઈ માટે વારંવાર પાલિકામાં રજૂઆત કરી અને પાણીનો નિકાલ કરવા માટે પણ જાણ કરવામાં આવી તેમ છતાં હાથ દિન સુધી અહીંયા થી નિકાલ કરવામાં આવેલું નથી અમે અમારા વિસ્તારમાં આ જ રીતે પાણી અને ગટરો ઉભરાઈ રહી છે અને ખૂબ તકલીફ પડી રહેલી છે પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં અમારો કોઈ સાંભળતું જ નથી