Sunday, 21/07/2024
Dark Mode

લીમખેડા વિજય હોટલ નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈક ભડ ભડ કરીને સળગી ઊઠતા ચાલક ભડથું થયો.

September 30, 2023
        2607
લીમખેડા વિજય હોટલ નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈક ભડ ભડ કરીને સળગી ઊઠતા ચાલક ભડથું થયો.

લીમખેડા વિજય હોટલ નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈક ભડ ભડ કરીને સળગી ઊઠતા ચાલક ભડથું થયો.

બાઈક ચાલક 500 મીટર સુધી ઘસડાતા બાઈકમાં લાગી આગ, સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ ઓલવી..

ચાલક આગમાં ભડથું: વાહન ચાલક ફરાર, પોલીસે મૃતકને પીએમ અર્થે દવાખાને ખસેડ્યો..

લીમખેડા તા.29

લીમખેડા નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે બાઈક બાઈક ઓચિંતી સળગી ઉડતા સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલક આગની લેપટોમાં બળીને ભડથુ થઈ જતા ચકચાર મચી જવા પામી છે. જોકે અકસ્માત બાદ ભેગા થયેલા આસપાસના લોકોએ આગ ઉપર પાણીનો મારો ચલાવી દીધી હતી.તો ઘટના સ્થળે પહોંચેલી લીમખેડા પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી ફરાર થયેલા અજાણ્યા વાહન ચાલકને શોધખોળ માટેની તજવીજ હાથ ધરી છે.

 

 પ્રાપ્ત માહિતી અનુસાર ધાનપુર તાલુકાના ઘોડાઝર ગામના સીમાડા ફળિયા ના રહેવાસી નાગરસિંગ સોનાભાઈ પલાસ પોતાના કબજા હેઠળની Gj-06-MG-0821 નંબરની મોટરસાયકલ લઈને ગતરોજ રાત્રી દરમિયાન લીમખેડા વિજય હોટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પાછળથી પૂર ઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે નાગર સિંગ ભાઈ પલાસની બાઇકને અડફેટમાં લેતા નાગરસીંગભાઇ બાઈક સાથે 500 મીટર સુધી જમીન પર ઘસડાયા હતા. તે સમયે બાઈકમાં ઓચિંતિ આગ ફાટી નીકળતા બાઈક સવાર નાગરસીંગભાઈ આગની લપટોમાં ભડથું થતા મોતને ભેટ્યા હતા.આ બનાવ બાદ આસપાસના ભેગા થયેલા લોકોએ પાણીનો મારો ચલાવી આ ઓલવી દીધી હતી. જોકે બનાવની જાણ લીમખેડા પોલીસને કરતા ઘટના સ્થળે દોડી આવેલી લીમખેડા પોલીસે મરણ જનાર નાગરસીંગ પલાસના મૃતદેહનો કબ્જો લઈ પીએમ અર્થે નજીકના હોસ્પિટલ ખાતે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!