ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુર તાલુકાના હીરાપુર ગામેં આદિવાસી સમાજને અપમાનિત કરવાનું કૃત્ય…
હીરાપુર ગામે અસામાજિક તત્વો દ્વારા જોહાર ચોકમાં પ્રસ્થાપિત કરેલી ગોવિંદ ગુરૂની પ્રતિમામાં તોડફોડ.
સંતરામપુર તા.29
સંતરામપુર તાલુકાના હીરાપુર ગામે આદિવાસી સમાજ દ્વારા હીરાપુર ગામે જોહાર ચોક બનાવીને ગુરુ ગોવિંદની મૂર્તિ મૂકવામા આવેલ હતી. પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા આદિવાસી વિસ્તાર ગણાતો હીરાપુર ગામે આદિવાસી સમાજે પોતાની રીત ખર્ચ કરીને ગુરુ ગોવિંદની મૂર્તિ મૂકી તેને જોહાર ચોક નામ આપવામાં આવેલું હતું. પરંતુ આદિવાસી સમાજ ઉપર કેટલાક લોકોને ઈર્ષા અને ખોટી રીતે બદલો લેવા માટે ખોટા અખતરા કરીને આદિવાસી સમાજની મૂકવામાં આવેલી ગુરુ ગોવિંદની પ્રતિમા ને નુકસાન કર્યું હતું. જોકે જોહાર ચોક બનાવવામાં આવેલો હતો.તેનું સાધન સામગ્રી તોડફોડ કરીને જાડી જાખરામાં ફેંકી દેવામાં આવી અને આદિવાસી સમાજમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. જોકે થોડા મહિના અગાઉ કડાણા તાલુકામાં પણ બિરસા મુંડાની પ્રતિમાને તોડી પાડવામાં આવેલી હતી.
કેટલાક અસામાજિક તત્વો દ્વારા આદિવાસી સમાજની બનાવેલી વસ્તુઓની નુકસાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી એક સંતરામપુર અને કડાણા તાલુકામાં બે વાર ઘટના બનતા આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જેના પગલે આદિવાસી સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે જ્યાં સુધી અમારી ગુરુ ગોવિંદ નો મૂર્તિ ત્યાં સુધી નહીં મળે અને તોડફોડ કરનાર નુકસાન કરનાર વ્યક્તિઓ પકડા નહી ગયા ત્યાં સુધી અમે જમીને બેસીશું નહીં. આ ઘટનાની સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી.