સિંગવડ તાલુકાના ચુંદડી ડામર રસ્તા ઉપર ભુવો પડતા રસ્તો એક તરફી કરવામાં આવ્યો.
સીંગવડ તા. ૨૦ સિંગવડ તાલુકામાં વધારે વરસાદ પડવાના લીધે ચુંદડી રોડ પર ડામર રસ્તાની સાઇડ માં ભુવો પડ્યો હોય ત્યારે આ રસ્તા ઉપર રાત મધરાતે અને દિવસે પણ વાહન વ્યવહાર ખૂબ ચાલતું હોય તથા દિવસે તો આ ભુવાની સાઈડમાં મુકેલા પથ્થરો ઝાડ દેખાઈ શકે પરંતુ રાત મધરાતે આ ડામોર રસ્તા ઉપર પડેલા ભુવાની સાઈડમાં મુકેલા પથ્થરો કે ઝાડી જાખરા નહીં દેખાતા વાહન કે મોટર સાયકલ ખાડા મા પડે તો ચલાવનારને પણ નુકસાન થાય તેમ છે અને વાહનોને પણ નુકસાન થઈ શકે તેમ છે માટે આ ચુંદડી રોડના ડામર રસ્તા ઉપર જે ભુવો પડ્યો છે તેને ફટાફટ પુરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે.