દાહોદ જિલ્લામાં મેઘો મહેરબાન થતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ,તમામ ડેમો ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને સાબદા કરાયા.
દાહોદ જિલ્લાના નવ તાલુકા મથકોમાં ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ, દાહોદ શહેરમાં સાત ઇંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત..
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફાયર બ્રિગેડ તેમજ પોલીસ એલર્ટ મોડ પર: ઐતિહાસિક દૂધીમતી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું…
કાચા મકાનોની દિવાલો ધરાશાયી, અનેક સ્થળે વૃક્ષો ધરશાયી થતા વાહન વ્યવહાર પ્રભાવિત, અંતરિયાળ ગામોમાં કલાકો થી વીજળી ડૂલ થતા અંધારપટ છવાયો..
દાહોદ તા.16
દાહોદ શહેર જિલ્લામાં ગતરાતથી અવિરત ખાબકી રહેલા વરસાદને પગલે જિલ્લાના તમામ ડેમો ઓવરફ્લો થવા પામ્યા છે.તો અનેક નદી નાળા છલકાઈ જવા પામ્યા છે.ભારે વરસાદને પગલે કેટલાય વૃક્ષો અને ઇલેક્ટ્રીકના થાંભલા ધારાશાયી થવા પામ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી હતી.દાહોદ જિલ્લો પાણીથી તરબતર થવા પામ્યો છે જોકે કેટલાય વિસ્તારોમાં ઉભી મકાઈ આડી પડી જવા પામી હતી.અને પાકને નુકસાન થવા પામ્યો હતો. દાહોદ શહેરને લાગે વળગે છે ત્યાં સુધી શહેરમાં સ્માર્ટ સિટીના કેટલાય કામોને લઈને તથા ઉબડ ખાબડ માર્ગોને કારણે ભૂગર્ભ ગઠનના ખાડા ખુલ્લી ગટરો પાણીથી છલકાઈ જવાને કારણે કેટલાય શેહરીજનો પોતાના વાહનો સાથે ખાડામાં ખાબકવાના બનાવો બનવા પામ્યા છે તો ખાડામાં ઉતરી ગયેલા વાહનો અને શહેરીજનોને નાના બાળકો સાથે સ્થાનિક વેપારીઓ અને ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ કર્યા હતા જે તે કામ ઉપર સ્માર્ટ સિટીની કે નગરપાલિકા દ્વારા અપાયેલા કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ બેરીકેટીંગ ન કરાતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.હાલ પણ ભારે વરસાદ ખાબકી રહ્યો છે અને હજુ આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી હોય શહેરમાં એક પ્રકારની દેહશત ફેલાય છે શહેરના સ્લમ વિસ્તારમાં અને નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જવા પામ્યા છે.તો શહેરની દૂધીમતી નદીનો પંકજ સેતુ પુલ ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે અને દૂધીમતી નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે દાહોદ શહેરમાં રીતે લા 15 કલાકમાં પાંચ ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકતા સમગ્ર શહેર જળબંબાકાર થઈ જવા પામ્યું છે.તો શહેરના રાજમાર્ગોમાં ગંદકીના ડગલે ઢગલા જોવા મળી રહ્યા છે વરસાદને પગલે પાલિકા અને વહીવટી તંત્ર દ્વારા જો તકેદારીના પગલાં લેવામાં નહીં આવે તો મોડી રાત સુધીમાં કોઈ અનિચ્છનીય બનાવ બનાવ બનવા પામે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી દાહોદમાં હાલ દાઉદી વોરા સમાજના ધર્મગુરુ બિરાજમાન છે અને આજુબાજુના વિસ્તારના દાઉદી વોરા કોમના મોટી સંખ્યામાં લોકો ઊંચી પડેલા હોય અને મસ્જિદ માટે નમાજમાં આવન જાવન માટે ભારે ભીડ હોય તકેદારીના પગલાં લેવા અત્યંત આવશ્યક છે એક જ દિવસમાં કાપેલા સાત ઇંચ વરસાદે સ્માર્ટ સિટીની પોલ ખુલી ગઈ છે.
સ્માર્ટ સિટી અંતર્ગત ખોદેલા ખાડામાં સંખ્યાબંધ વાહન ચાલકો તેમજ રાહદારીઓ ખાબકયા:સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ.
દાહોદ શહેરના દર્પણ રોડના વળાંક પર તાજેતરમાં સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ અંતર્ગત ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં વ્યવસ્થિત રીતે પુરાણ ન કરવામાં આવતા 8 થી 9 ફૂટ જેટલો ખાડો પડી જવા પામ્યો હતો. ગઈકાલ શાંતિ અવિરત વરસી રહેલા વરસાદના પગલે આ ખાડામાં પાણી ભરાઈ જવાથી ખાડો અદ્રશ્ય થવા પામ્યો હતો. આજે દિવસ દરમિયાન પાંચ થી સાત વાહનચાલકો તેમજ રાહદારીઓ આ આઠ થી નવ ફૂટ જેટલા ઊંડા ખાડામાં ખાબકતા આસપાસના વેપારીઓ તેમજ સ્થાનિકોએ ઉપરોક્ત વાહન ચાલકોને બહાર કાઢ્યા હતા તેમાંય એક બાળકના જીવ પર આવી બની હતી. પરંતુ સદનસીબે સદનસીબે પહોંચેલા ફાયરના જવાનોએ આ બાળકને ઊંડા ખાડામાંથી બહાર કાઢ્યો હતો. અત્રે ઉલ્લેખની એ છે કે સ્માર્ટ સિટી અંતર્ગત ભૂગર્ભ ગટરની લાઈન નાખ્યા બાદ વ્યવસ્થિત રીતે પુરાણ કરવામાં આવ્યું નહોતું તેમ જ આ જગ્યા ઉપર ઊંડો ખાડો છે તેવી ચેતવણીરૂપ સાઈનબોર્ડ અથવા બેરીકેટ ન મૂક્યા હોવાના કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી. જો કે સબ નસીબે આ બનાવમાં કોઈ જાનહાની બનવા પામી નહોતી પરંતુ આવી ગંભીર પ્રકારનીસ્માર્ટ સિટી અથવા દાહોદ નગરપાલિકાની ભૂલોના કારણે આગામી સમયમાં કોઈના જીવ પર આવી જાય તે પહેલા સંબંધીતો દ્વારા વરી કામગીરી કરવામાં આવે તેવી લાગણી ઉઠવા પામી છે. જોકે આજરોજ બનેલા બનાવનાર સીસીટીવી કેમેરામાં આ દુર્ઘટના કેદ થવા પામી હતી.
દાહોદ જિલ્લામાં સાવત્રીક વરસાદના પગલે તમામ ડેમો ઓવરફ્લો:નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા એલર્ટ જાહેર કરાયું..
દાહોદ શહેર સહીત જિલ્લાભરમાં ગઈકાલ સાંજથી મેઘો મહેરબાન થતા દાહોદ જિલ્લાના નવ તાલુકા મથકોમાં ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ વરસવા પામ્યો છે. જ્યારે દાહોદ શહેરમાં સાડા પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે.દાહોદ જિલ્લામાં અવિરત વરસી રહેલા વરસાદના કારણે જિલ્લાના તમામ ડેમો ઓવરફ્લો થવા પામ્યા છે.જેના પગલે કલેકટર ડોક્ટર હર્ષિત ગોસાવી તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સક્રિય મોડમાં આવી ગયું છે.નીચાણવાળા વિસ્તારોના ગામોને અલેટ જાહેર કરવામાં આવ્યા છે તો સાથે સાથે તેઓને સલામત જગ્યાએ ખસેડવાની તજવીજ પણ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. દાહોદ શહેરનો ઐતિહાસિક છાબ તળાવ કેચમેન્ટ વિસ્તારમાંથી ઓવરફ્લો થઈને પાણી જઈ રહ્યો છે.
ઐતિહાસિક દુઘીમતિએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું:રામસેતુ પુલ પાણીમાં ગરકાવ,નદી કિનારે મકાનોની દિવાલો ધરાશાયી..
દાહોદ શહેરમાં ગતસાંજથી પડી રહેલા અવિરત વરસાદના પગલે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અગ્નિશામક દળના લશ્કરો તેમજ પાલિકાના સુધરાઈ સભ્યો પણ રાહત અને બચાવ કામગીરીમાં જોતરાયા છે.જોકે શહેરની ઐતિહાસિક દૂધીમતી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા રામસેતુ પુલ સંપૂર્ણરીતે પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે. રામસેતુ પુલના પાંચથી છ ફિટ ઉપરથી પાણીનો પ્રવાહ જતા જોવા મળતા પોલીસે આ માર્ગને બંધ કરી બેરીકેટીંગ કરી દીધું છે. તો બીજી તરફ દૂધીમતી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા નદી કિનારે આવેલા નીચાણવાળા મકાનોમાં પાણી ભરાઈ જતા કાચા મકાનોની દિવાલ ધરાસાઈ થવા પામી છે. જોકે હાલ દાહોદમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિની વચ્ચે કોઈ જાનહાની બનવા પામી નથી પરંતુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર બ્રિગેડના જવાનો, તેમજ સ્થાનિક પોલીસ દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂર જોશમાં શરૂ કરી દીધી છે.