દાહોદ નજીક ઉસરવાણ ગામેં ઘરની દિવાલ પડતા મીઠી નીંદર માણતી બાળકીનું મોત:પરિવારજનોમાં માતમ છવાયો.
દાહોદ તા.08
દાહોદ તાલુકાના ઉસરવાણ ગામે રાત્રિના સુમારે ઘરમાં મીઠી નીંદર માણી રહેલી ટીંડોરી ગામની 15 વર્ષીય બાળકી પર ઘરના વચ્ચેની દિવાળ પડી જતા 15 વર્ષીય બાળકીને સારવાર મળે તે પહેલા જ પ્રાણપખેરૂ ઉડી જતા પરિવારજનોમાં માતમ છવાઈ જવા પામ્યો છે. જોકે બનાવની જાણ સ્થાનિક પોલીસને કરાતા સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 8.9.2023 ના રોજ દાહોદ તાલુકાના ઉસરવાણ ગામના ટિંડોરી ફળીયામાં રહેતા મનુભાઈ કલારાની 15 વર્ષીય દીકરી સંજનાબેન જમી પરવારી ઘરના સદસ્યો સાથે મકાનમાં મીઠી નીંદર માણી રહી હતી. તે સમયે રાત્રિના ત્રણ વાગ્યાના સુમારે ઘરના વચ્ચેની દિવાલ ઓચિંતી પડી જતા સંજનાબેનને માથાના ભાગે ગંભીર પહોંચી હતી. આ દરમિયાન દિવાલ પડવાની અવાજથી જાગી ગયેલા પરિવારજનોએ ઇજાગ્રસ્ત સંજનાબેનને લોહી લુહાણ અવસ્થામાં ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબોએ આ બાળકીને વધુ વિજાઓ પહોંચી હોવાથી તેને ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવા માટે રીફર કર્યો હતો. તે બાદ સંજનાબેનને લઈ ઝાયડસ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ સંજનાબેન ને મૃત જાહેર કરતા પરિવારજનોમાં માતમ પ્રસરી જવા પામ્યો હતો. કે બાદ મરણ જનાર સંજનાબેનના મૃતદેહને PM અર્થે ખસેડી પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસે બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે