કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકાના છાપરવડ ગામે સામ-સામે મોટર સાયકલ ભટકાતા એકનું મોત:અન્ય એક ઇજાગ્રસ્ત.
સિંગવડ તા. ૩
સિંગવડ તાલુકાના છાપરવડ ગામે 01.09.2023 ના સાંજે પ કલાકે બે મોટરસાયકલ ચાલક સામસામે મોટરસાયકલ ભટકાતા એકનું મૃત્યુ થયું હતું. જ્યારે બીજી મોટરસાયકલ પર બેઠેલા સવારને નાની મોટી ઈજા થઈ હતી.ત્યારે છાપરવડ ગામે હોળી ફળિયા વિસ્તારમાં નાની વાવનો એક માણસ ધામણબારી ગામેથી મોટો સાયકલ લઈને તેના ઘરે જતો હતો તે દરમિયાન છાપરવડ ગામના મોટરસાયકલ સવાર ગફલત ભરી રીતે તેમની મોટરસાયકલ હાંકી લઈને રોડ પર પડેલા ખાડા ટાળવા જતા મોટરસાયકલ સવારનું બેલેન્સ જતા રહેતા સામેથી આવતી મોટરસાયકલ સાથે અથડાતા મોટા સાઇકલ પર બેઠેલા વિક્રમભાઈ ને વાગતા તથા તેની મોટરસાયકલ ને નુકસાન થયું હતું જ્યારે નાની વાવના વિક્રમભાઈને ગંભીર ઇજાઓ થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યારે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું અને સામેની મોટરસાયકલ ચાલકોને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી જ્યારે આ પીપલોદ થી સિંગવડ સુધીનો ડામર રસ્તા ઉપર અવારનવાર આવા નાના મોટા એકસીડન્ટ થયા છે જેના લીધે કેટલાય લોકોના મૃત્યુ થયા છે આ રસ્તા ઉપર વાહન વ્યવહાર વધ્યો છે અને રસ્તો જે 10 થી 15 વર્ષ જૂનો હતો તે જ પરિસ્થિતિમાં હોવાને લીધે આ રસ્તા ઉપર એકસીડન્ટ થતા રહેતા હોય છે જો આ ડામર રસ્તા ને પહોળો કરીને નવીન બનાવવામાં આવે તો આ રસ્તા ઉપર એકસીડન્ટ ઓછા થાય અને મૃત્યુનો આગ પણ ઓછો થાય તેમ છે માટે આના લાગતા વળગતા અધિકારીઓ તથા સ્થાનિક નેતાઓ દ્વારા આ રસ્તાને પહોળો કરી નવો બનાવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે..