રાજેન્દ્ર શર્મા :- દાહોદ
મોવડી મંડળમાંથી નિરીક્ષકોનાં દાહોદમાં ધામા: પ્રમુખ ઉપપ્રમુખની પસંદગી ભાજપ હાઈ કમાન્ડના હાથમાં…
દાહોદ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની દોડમાં મહિલા અને પુરુષો દ્વારા સોગઠાબાજી શરૂ: મુસ્લિમ સમાજમાંથી પ્રમુખ બનાવે તેવી પોસ્ટ વાયરલ..
ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વચ્ચે પ્રમુખ ઉપપ્રમુખ બનવા હોડ જામી:ચોક્કસ કોમ્યુનિટીમાંથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું શાસન આ વખતે અસ્વીકાર્ય હોવાના સૂરો ઉઠ્યા..
દાહોદ તા.01
દાહોદ નગરપાલિકાની આગામી અઢી વર્ષની પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણીને હવે 12 દિવસ બાકી રહ્યા છે ત્યારે ભાજપના મોવડી મંડળમાંથી પદાધિકારીઓ બે દિવસ માટે દાહોદમાં નિરીક્ષક તરીકે આવ્યા હતા.જેવોએ પ્રથમ દિવસે ભાજપ કાર્યાલય કમલમ ખાતે 9 તાલુકા પંચાયત એક જિલ્લા પંચાયત તેમજ દાહોદ નગરપાલિકાની પ્રમુખ ઉપ પ્રમુખના હોદા માટે દાવેદારો સહિત એક-એક સભ્યોને વન ટુ વન સાંભળ્યા હતા.અને અંતે દાહોદ નગરપાલિકાના પ્રમુખ પ્રમુખના દાવેદારો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ નિરીક્ષકો સામે વન ટુ વન મુલાકાત કરવાના હોવાથી દાહોદ નગરપાલિકાનાં આગામી અઢી વર્ષનાં કાર્યકાળ માટે ઘમાસણ મચશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.તાજેતરમાં ઉઠેલી ચર્ચા અનુસાર પાલિકાના વર્તમાન પ્રમુખ રીનાબેન પંચાલનાં ટેકેદારો તેમજ સમર્થકો દ્વારા ગાંધીનગર કમલમ ખાતે લોબીંગ કરી વર્તમાન મહિલા પ્રમુખ રીનાબેન પંચાલને બાકી બચેલા અઢી વર્ષની ટર્મ માટે રીપીટ કરવામાં આવે તે માટે એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે.જોકે ગાઈડ લાઈન પ્રમાણે વર્તમાન પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલના પુનઃ એક વખત પ્રમુખ બનવાના ઓરતા અધૂરા રહી જશે તેમાં કોઈ બે મત નથી.જોકે આ વખતે પાલિકા પ્રમુખની બેઠક અનામત હોવાથી દિપેશભાઈ લાલપુરવાલા, લખન રાજગોર,ગોપી દેસાઈ,શ્રદ્ધાબેન ભડંગ,રંજનબેન રાજહંસ, રાજેશ શહેતાઈ સહિતના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ પ્રમુખ પદ માટેની દોડમાં હોઈ આ તમામ દાવેદારો પણ પોતપોતાની રીતે દાહોદ ભાજપ સંગઠન, તેમજ ગાંધીનગર કમલમ ખાતે ગોડફાદારોની શરણે જઈ લોબિંગ કરતા નજરે પડી રહ્યા છે. તો આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ માટે મુસ્લિમ સમાજમાં વતી માંગણી ની સાથે દાવેદારી ની તાલ ઠોકતા આગામી 12મી સપ્ટેમ્બર ના રોજ યોજાનારી પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણી ભારે ગરમા ગરમી વચ્ચે યોજાશે તેવા એધાણ વર્તાઈ રહ્યા છે. તો બીજી તરફ દાહોદ નગરપાલિકાનાં ચૂંટાયેલા પ્રતિનિધિમાં વર્ષોથી એક જ કોમ્યુનિટીમાંથી ચૂંટાઈને આવતા જન પ્રતિનિધિઓ સત્તા સ્થાને બેસી એકહથ્થું શાસન કરી રહ્યા હોવાનું પણ વિરોધ ઊભો થવા પામ્યો છે.જેને આ વખતે ભારે વિરોધ વચ્ચે પડતો મૂકી અન્ય કોઈ સમાજમાંથી સત્તાસ્થાને બિરાજે તેવી પ્રબળ માંગ પણ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ તેમજ નગરજનોમાં ઉઠવા પામી છે. તેવા સંજોગોમાં આજરોજ પ્રદેશમાંથી સેન્સ લેવા આવેલા નિરીક્ષકોની ટીમ પોતાની રીતે દરેક સભ્યોને સાંભળી ઉપરોક્ત મોવડી મંડળમાં એક રિપોર્ટ કરશે ત્યારબાદ આ તમામ દાવેદારો તેમજ સમર્થકોનો એક અહેવાલ પાર્લામેન્ટરી બોર્ડમાં મુકાશે જ્યાં કોઈ એક નામ ઉપર મોવડી મંડળ પસંદગીનો કળશ ઢોળશે. આમ તો નિયમ પ્રમાણે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને જ કરવાની હોય છે. પરંતુ શિસ્તમાં ચાલતી ભાજપમાં સત્તાના શીર્ષ સ્થાન માટેની પસંદગી ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ નહીં પરંતુ મોવડી મંડળ કરે છે. આમ તો મોવડી મંડળ દ્વારા પ્રમુખ પ્રમુખના નામ જાહેર કરતા કહી ખુશી કભી ગમ જેવો માહોલ સર્જાશે. તો કહી વિરોધ વંટોળ શરૂ થવાની આશંકા પણ સેવાઈ રહી છે.પરંતુ અંદરખાને એકબીજાના કટ્ટર વિરોધી અને હરીફ ગણાતા ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ આલા કમાનનાં નિર્ણયને નાછૂટકે ભારે વિરોધ વચ્ચે પણ સહર્ષ સ્વીકાર કરે છે. જેના પગલે સમગ્ર ટર્મ દરમિયાન એકબીજાના વિરોધ અને હુસાતુસીના ખેલોમાં પ્રજાલક્ષી કામો તાક પર મુકાઈ જાય છે.ત્યારે આ વખતે દાહોદ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની પસંદગી માટે ભલે ઉમેદવારો અને દાવેદારો વધુ હોય મુસ્લિમ સમાજ પણ પોતાની રીતે પ્રમુખ ઉપપ્રમુખની દાવેદારી માટે તાલ ઠોકી રહ્યો હોય પરંતુ ભાજપ હાઇકમાન્ડ જન પ્રતિનિધિઓના અંદરો અંદરના વિરોધને ઠારવા તેમજ આગામી લોકસભાની ગણતરીને ધ્યાને લઈ કોના ઉપર પ્રમુખ અને ઉપપ્રમુખનો તાજ પહેરાવે છે તે 12 સપ્ટેમ્બર ના રોજ સાર્વજનિક થઈ જશે અને કયા દાવેદારની લોબીગ અને ગોડફાધરની પગચંપી કામ કરી ગઈ તે પણ સ્પષ્ટ થઈ જશે તેમાં કોઈ બેમત નથી..