રાજેશ વસાવે દાહોદ
દાહોદ ગ્રામ્ય પોલીસે બે મહિલાઓને 70,000 ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે ઝબ્બે કરી…
દાહોદના રાબડાલ અને કાલીતળાઈ ગામેથી વિદેશી દારૂ સાથે બે મહિલા ઝડપાઈ
દાહોદ તા. ૩૦
દાહોદ રૂરલ પોલીસ મથકના થાણા અધિકારી પોતાની સી ટીમની મહિલા પોલીસ કોન્સ્ટેબલો સાથે વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળયા હતા તેવા સમયે થાણા અધિકારીને બાતમી મળતા બે જુદી જુદી જગ્યાએથી વિદેશી દારૂના પોટલાંઓ સાથે બે મહિલાઓની અટકાયત કરી ઝડપી પાડી હતી જેમાં દાહોદના ગરબાડા તાલુકાના માતવા ગામના વડવા ફળિયામાં રહેતી સુનિતા બેન રાકેશભાઈ માવી પાસેથી રાબડાલ ગામેથી વિદેશી દારૂની 288 નંગ બોટલો કબ્જે કરી હતી જેની કિંમત 31,680 રૂપિયાનો વિદેશી દારૂ સાથે મહિલા સુનીતાબેન રાકેશભાઈ માવિની અટકાયત કરી પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો હતો ત્યારે બીજા બનાવમાં રૂરલ પોલીસે કાલી તલાઈ ગામેથી મહિલા અબુબેન શંકરભાઇ ડામોર નામની મહિલા પાસેથી થેલામાં ભરી રાખેલી વિદેશી દારૂની બોટલો નંગ 342 જેની કિંમત રૂપીયા 38,458 રૂપિયાનો વિદેશી દારૂ કબ્જે કરી દાહોદના ગરબાડા તાલુકાના માતવા ગામના ડામોર ફળિયામાં રહેતી મહિલા અબુ બેન શંકરભાઇ ડામોરની અટકાયત કરી તેની પાસેથી વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી બન્ને જુદી જુદી જગ્યાએથી 70,138 રૂપિયાની વિદેશી દારૂની 630 બોટલો ઝડપી ઝડપાયેલા વિદેશી દારૂના ગુનાઓમાં બન્ને મહિલાઓ સામે તારીખ 29 મી ઓગસ્ટના રોજ રૂરલ પોલીસે પ્રોહીબીશન અંતર્ગત ગુનાઓ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.