દાહોદ તાલુકાના નગરાળા ખાતે એમ એસ ડબલ્યુ કોલેજમાં એસ.આર.પી.એફ. ગ્રુપ-૪ પાવડી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી…
દાહોદ તા. ૨૯
આજ રોજ શ્રી ગોપાલભાઈ પી. ધાનકા એમ.એસ.ડબલ્યુ. કોલેજ દ્વારા અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. જેમાં ગુજરાતનાં વિવિધ ગામડાઓ માંથી આવી એસ.આર.પી.એફ. ગ્રુપ પાવડી ખાતે ફરજ બજાવતા જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ કાર્યક્રમની શરૂઆતમાં રક્ષાબંધનનાં મહત્વ વિશે એસ.આર.પી.એફ. ગ્રૂપમાં ફરજ બજાવતા હેડ ક્લાર્ક ધર્મિષ્ઠાબેન લબાના દ્વારા રક્ષાબંધનનું મહત્વ વિશે માહિતી આપવામાં આવી.
ત્યાર બાદ એમ.એસ.ડબલ્યુ. કૉલેજના આચાર્ય દ્વારા તમામ જવાનોને તેમજ વિધાર્થીઓને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવવામાં આવી. ત્યારપછી વિધાર્થીનીઓ દ્વારા એસ.આર.પી.એફ. પોલીસ જવાનોને કે જે રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારમાં ઘરે જઈ નથી શકતા. તેવા પોલીસ જવાનોને કૉલેજની વિધાર્થીનીઓ દ્વારા રાખડી બાંધવામાં આવી. પોલીસ જવાનો દ્વારા બહેનોને ઉપહાર સ્વરૂપ પેન આપવામાં આવી. ત્યાર બાદ તમામ વિદ્યાર્થીઓ માટે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમમાં પી.એસ.આઈ. એમ.એસ ગોહિલ સાહેબ, પી.એસ.આઈ. આર. બી.પટેલ સાહેબ, તેમજ સમગ્ર સ્ટાફ હાજર રહ્યો. સાથે જ એમ.એસ.ડબલ્યુ. કૉલેજના આચાર્યશ્રી અને સમગ્ર સ્ટાફ હાજર રહ્યા. સમગ્ર કાર્યક્રમ નું આયોજન અને માર્ગદર્શન આચાર્ય શ્રી ડૉ. રાજુભાઈ ભુરીયા સાહેબ દ્વારા પૂરું પાડ્યું હતું.