
સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે GRD જવાનના ખેતરના બોરની મોટર ચોરી કરનાર ગ્રામજનોએ બોર સાથે બાંધ્યો…
ખેતરમાં આવેલા બોરની મોટર ચોરી કરનાર તસ્કર ને ગ્રામજનોએ પકડી પોલીસને હવાલે કર્યો..
સંતરામપુર તા.28
સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે બોર મોટરમાંથી મોટરની ચોરી કરતા ગ્રામજનો એ પકડી પડ્યો અને બોર મોટર સાથે તેને બાંધી રાખવામાં આવ્યો હતો.
સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે રમેશભાઈ નાથાભાઈ તાવિયાડ ઘરની પાછળ ખેતરમાં બોર કરેલો હતો.અને મોટર ઉતારેલી હતી તે દરમિયાનની અંદર રાત્રિના સમયે બોરમાંથી પાઇપ ખેંચીને પાઇપનો ઢગલો કરતા હતા અને બોરની મોટર ચોરવાનો પ્રયાસ કરી રહેલા હતા તે દરમિયાન રમેશભાઈ ને અવાજ શેનો આવે છે.તેમ ખબર પડતા તાત્કાલિક આજુબાજુ વાળાને ભેગા કરી દીધા હતા.અને વિનોદભાઈ માનસિંગભાઈ ડામોર ચોરી કરવા આવેલો તેને બોર મોટર સાથે બાંધી દેવામાં આવેલો હતો.મળતી માહિતી મુજબ બીજા ચાર પાંચ હોવાનું જાણવા મળેલું છે.ત્યાર પછી રમેશભાઈ નાથાભાઈ તાવીયાડે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવાનો પ્રયાસ કર્યો હતો રમેશભાઈ તાવીયાડ ગોઠીબ આઉટ પોસ્ટમાં GRD તરીકે ફરજ બજાવી રહેલા હતા રાત્રીય સમયે નોકરી પૂર્ણ થતા જ સવારે વહેલા ઘેરા આપતા ત્યાં તે દરમિયાનમાં તેમને ખબર પડતા ચોરી કરતા ચોરને ઝડપી પાડ્યો હતો.અને તેને ચોરીના ઘટના સ્થળે દોરડા વડે બાંધી મૂકવામાં આવેલો હતો પછી પોલીસને જાણ કરી ચોરી કરવા આવેલો ચોરને બોર મોટરના માલિકે જ ઝડપી પાડ્યો અને પોલીસને જાણ કરી પોલીસે જ ચોરીની કોશિશમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.