Tuesday, 03/12/2024
Dark Mode

ફતેપુરા વિધાનસભા કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની સુખસર ખાતે ઉજવણી કરાઈ*

August 9, 2023
        680
ફતેપુરા વિધાનસભા કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની સુખસર ખાતે ઉજવણી કરાઈ*

બાબુ સોલંકી સુખસર 

*ફતેપુરા વિધાનસભા કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની સુખસર ખાતે ઉજવણી કરાઈ*

સુખસર ખાતે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.

 માનગઢ ધામને ઉજાગર કર્યું હોય તો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે:ધારાસભ્ય રમેશભાઈ કટારા.

 

( પ્રતિનિધિ ). સુખસર,તા.9

ફતેપુરા વિધાનસભા કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની સુખસર ખાતે ઉજવણી કરાઈ*

          સંયુક્ત રાષ્ટ્ર સંઘ(યુ.એન.ઓ.) દ્વારા આખા વિશ્વ એ જ્યારે આદિવાસી સમાજની નોંધ લઇ 9 મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે માન્યતા આપી જાહેર કરવામાં આવેલ છે.જેના અનુસંધાને આજરોજ ફતેપુરા તાલુકા કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સુખસર ખાતે કરવામાં આવી હતી.જેમાં ફતેપુરા વિધાનસભા મત વિસ્તારના રાજકીય આગેવાનો,આદિવાસી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત પૂર્વે મોટા નટવા પ્રાથમિક શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહાનુભાવોને આવકાર્યા હતા. ત્યારબાદ દાહોદ જિલ્લા નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું.

ફતેપુરા વિધાનસભા કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની સુખસર ખાતે ઉજવણી કરાઈ*

       9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ દાહોદ જિલ્લામા વિશેષ મહત્વ ધરાવે છે.ખાસ કરીને આદિવાસી સમાજમાં આ દિવસનું અનેરુ મહત્વ છે.આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવાના ઉદ્દેશ સાથે દર વર્ષે 9 ઓગસ્ટ ની વિશ્વ આદિવાસી દિવસ તરીકે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.જેમાં વંશ પરંપરાગત વેશભૂષા,સંસ્કૃતિ સાથે અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.અને સાંસ્કૃતિક રેલીઓ કાઢવામાં આવે છે.તેવી જ રીતે આજરોજ સુખસર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.તેમાં ઉપસ્થિત દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયારે કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપી આદિવાસી સમાજને સંગઠિત રહી સમાજને આગળ લાવવા આહવાન કર્યું હતું.જ્યારે ફતેપુરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારાએ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરી ભાજપ સરકાર દ્વારા આદિવાસી સમાજના ગરીબ પરિવારો માટે સમાજને આગળ લાવવા અમલમાં મૂકેલી યોજનાઓ વિશે સમજ આપી હતી.જ્યારે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી દ્વારા પ્રવચન આપતા જણાવ્યું હતું કે,9 મી ઓગસ્ટને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકે આખું વિશ્વ ઉજવણી કરી રહ્યુ છે.ભારત અને ગુજરાતમાં વસવાટ કરતા મૂળ નિવાસી સમુદાયોનો આર્થિક,સામાજિક,સાંસ્કૃતિક, શૈક્ષણિક,આરોગ્ય,કાયદાકીય,રાજકીય રીતે ઉજવણી થાય તેમજ અન્ય સમાજની હરોળમાં આવે તેમજ બિન આદિવાસી સમુદાય પણ તેમના હક્કો અપાવવા માટે સહભાગી થાય તે હેતુથી 9 મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવતી હોવાનું‌ જણાવ્યું હતું.

 

ફતેપુરા વિધાનસભા કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની સુખસર ખાતે ઉજવણી કરાઈ*

       સુખસર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને આવકારી,સન્માન આપી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.આદિવાસી લાભાર્થીઓના લાભોના મંજૂરી પત્ર,ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.સાથે-સાથે વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત ઈ લોકાર્પણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.જેમાં કીટ,આયુષ્યમાન કાર્ડ સહિત સામૂહિક કુવા,ચેકડેમ, સંરક્ષણ દિવાલ,કંપાઉન્ડવોલ,સી.સી રોડ, નવીન ગ્રામ પંચાયત ભવન વિગેરે મળી કુલ રૂપિયા 81 લાખ 22 હજાર732 ના લાભો આપવામાં આવ્યા હતા.આમ,તાલુકા કક્ષાએ કાર્યક્રમના સ્થળે લાભાર્થીઓના લાભોનું વિતરણ વિકાસલક્ષી કામોનુ ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ ફતેપુરા મામલતદાર દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!