દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસને અનુલક્ષીને ASP ની અધ્યક્ષતામાં પોલીસ દ્રારા ફ્લેગ માર્ચ યોજાઈ..
ફતેપુરા તા.08
આવતીકાલે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થવાની છે અને દાહોદ શહેરમાં ભવ્ય આદિવાસી સમાજ દ્વારા રેલી યોજાવાની છે તેને લઈને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે દાહોદ પોલીસ દ્વારા છાપરી સ્ટેશન રોડ પડાવ રોડ
યાદગાર ચોક સહિતના વિસ્તારોમાં ASP ની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી જેમાં a ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ LRD ના તાલીમ લઈ રહેલા જવાનો દ્રારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી જેમાં asp કે સિદ્ધાર્થ પણ જોડાયા હતા અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને લઈને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે
તે માટે પોલીસ દ્રારા ફ્લેગ માર્ચ શહેરના રાજમાર્ગો ઉપર તારીખ 8-8-2023 ના રોજ યોજવામાં આવી હતી.