બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના માધવા તથા ઘાણીખુંટમાં શ્રમયોગી કલ્યાણ અને વાગ્ધારા સંસ્થા દ્વારા શ્રમયોગી કાર્ડ બનાવવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું
શ્રમિક લોકોને શ્રમયોગી કાર્ડ લઈ સરકારી લાભો મેળવવા આહવાન કરવામાં આવ્યું.
સુખસર,તા.8
આજરોજ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના માધવા ગામમાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ અને વાગ્ધારા સંસ્થાના સંયુક્ત ઉપસ્થિતિમાં શ્રમયોગી કાર્ડ બનાવવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ વિભાગના ના પ્રોજેક્ટ મેનેજર બારીયા સુરેખાબેન ભરતભાઈ દ્વારા શ્રમયોગી કાર્ડ માટે લાભાર્થીઓને
શ્રમયોગી કાર્ડ દ્વારા થતા વિવિધ પ્રકારના લાભોની વિસ્તારપૂર્વક જાણકારી આપવામાં આવી હતી.સાથે શ્રમયોગી કાર્ડ માટે આવશ્યક દસ્તાવેજની પણ ખુબ સરસ માહિતી આપી હતી.સાથે વાગ્ધારા સંસ્થાના પરિયોજના અધિકારી ગીરીશભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત તમામ લાભાર્થીઓને જણાવ્યું હતુ કે,આપની આસપાસ તમામ શ્રમિક બાંધકામમાં રોકાયેલ લાભાર્થીઓ શ્રમયોગી કાર્ડનો વધુમાં વધુ ઉપયોગ કરે તેઓને લાભ લેવા માટે આહવાન કરવામાં આવ્યું હતુ.એ સાથે આજરોજ ઘાણીખુટ
ગામમાં પણ કૃષિ અને આદિવાસી સ્વરાજ સંગઠન- ફતેપુરાની માસિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં વાગધારા સંસ્થાના પ્રતિનિધિ માનસિંગભાઈ નીનામા દ્વારા સરકાર દ્વારા ચલાવવામાં આવતી તમામ યોજનાઓ બાબતે વિસ્તાર થી જાણકારી આપવામાં આવી હતી. ગીરીશભાઈ પટેલ દ્વારા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ વિભાગનો ખુબખુબ આભાર વ્યક્ત કર્યો હતો.કારણ કે ફક્ત એક ટેલિફોનિક ચર્ચા દ્વારા સરકાર દ્વારા આવી સહાય
ઉપલબ્ધ કરવામાં આવે છે.અને અમારા જેવા વાગ્ધારા સંસ્થાના કાર્યકર્તાઓને પણ કાર્યક્ષેત્રમાં લોકોને મદદ કરવાનો લાભ મળે છે.હું આશા રાખું છું ભવિષ્યમાં પણ સરકારની તમામ યોજનાઓ અને વિભાગો દ્વારા પણ સંસ્થાઓને પણ સહયોગ પ્રદાન કરે જેથી ગામડામાં વસતા પાત્ર વંચિત વ્યક્તિઓ કે જેમને સરકારી યોજનાઓની જાણકારી નથી તેમને ઘર બેઠા આવા લાભો મળી શકે.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં માધવાનાં શ્રી વીરસીંગભાઇ પારગી, વાગ્ધરા સંસ્થાના સહજ કર્તા શાંતિલાલ ડામોર તથા સંગાડા મડ્યાભાઈ એ પણ સહકાર આપ્યો હતો.