ઇલ્યાસ શેખ :- સંતરામપુર
ઝાલોદ-મોરબી એસ.ટી બસમાંથી સંતરામપુર પોલીસે વિદેશી દારૂ સાથે મહિલા બુટલેગરને ઝડપી…
સંતરામપુર તા.03
પંચમહાલ ગોધરા રેન્જ મહાનિરીક્ષક આર.વી. અસારી દ્વારા જુગારની પ્રવૃત્તિ બંધ કરવા સૂચના આપી છે તેમજ મહીસાગર પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિ અટકવવા માટે જરૂરી સૂચના આપી છે આધારે નાયબ પોલીસ અધિક્ષક પી.એસ.વળવીના માર્ગદર્શન હેઠળ સંતરામપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કે.કે.ડીંડોર દ્વારા આવી પ્રવૃત્તિ અટકાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે જે દરમિયાન સંતરામપુર પી આઈ ને બાતમી મળી હતી કે ઝાલોદ થી મોરબી જતી એસ.ટી.બસમાં એક મહિલા ઈંગ્લીશ દારૂ લઈ બસેલ છે જે દારૂ લઈ અમદાવાદ જનાર છે તેવી બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે.ડીંડોર દ્વારા સંતરામપુર પોલીસ સ્ટેશનના માણસો ,સ્ટાફ અરવિંદભાઈ,મહેન્દ્રસિંહ, કિરણભાઈ,લક્ષ્મણભાઇ અને ધર્મિષ્ઠાબેન સહિત સંતરામપુર બસ સ્ટેશનમાં નાકાબંધી કરી તપાસ હતા તે દરમિયાન આ મહિલાને દારૂની બોટલો સાથે ઝડપી પાડવામાં આવી હતી.
સંતરામપુર પોલીસ બસ સ્ટેશનમાં નાકાબંધી કરી ઉભી હતી તે દરમિયાન બાતમી મુજબની એસ.ટી.બસ આવતા બસમાં પોલીસ તથા વુમન પોલીસને સાથે લઈ ચેકીંગ કરતા એસ.ટી.બસમાં એક મહિલા મુસાફર બેસી હતી તેની સીટ પાસેથી એક ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના ક્વાટૅરિયા ભરેલ થેલો મળી આવ્યો જેથી પોલીસ દ્વારા આ દારૂ વિશે પૂછતાં સીટમાં બેથેલ મહિલા કબુબેન મિથુનભાઈ ફતેહસિંહ હઠીલા રહેવાસી,નઢેલાવ પટેલ ફળિયું તાલુકો ગરબાડા જિલ્લો દાહોદ જેઓએ પોતાની માલિકીની હોવાનું જણાવ્યું જેથી પોલીસ દ્વારા તાપસ કરતા ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના પ્લાસ્ટિકના 180 એમ.એલ ના ક્વાટૅરિયા 234 નંગ જેની કિંમત 25740 ના મુદ્દામાલ સાથે આ મહિલા પકડાઈ ગયેલ હોય જેથી તેના વિરુદ્ધમાં ગુન્હો દાખલ કરી સંતરામપુર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે…