નવિન સિકલિગર પિપલોદ
બક્ષીપંચ મોરચા દ્વારા વિશિષ્ટ વ્યક્તિ સંપર્ક અભિયાનના પિપલોદ શ્રી ગણેશ કર્યા
દેવગઢ બારીયા તા. 2
ભારતીય જનતા પાર્ટીના દેવગઢબારિયા તાલુકા ના બક્ષીપંચ મોરચા દ્વારા પ્રદેશની સુચના અનુસાર વિશિષ્ટ વ્યક્તિ ના સંપર્ક અભિયાન ને લઈને પીપલોદ ના બક્ષીપંચના વિશિષ્ટ ડોક્ટર મનીષભાઈ જયશવાલ ડોક્ટર,વિપુલભાઈ ચૌહાણ પંચેલા ગામની હાઇવે પર આવેલી ઘનશ્યામ હોટલ ના માલિક રાજુભાઈ ભરતભાઈ ભરવાડ ને ત્યાં દાહોદ જિલ્લા બક્ષીપંચ મોરચા ના મહામંત્રી સુરસિંગભાઈ ચૌહાણ દાહોદ જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ કમલેશભાઈ દરજી દેવગઢબારિયા સંગઠન ઉપપ્રમુખ ભીમજીભાઇ ભરવાડ દેવગઢબારિયા તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ ગણપતભાઈ અને ગામના આગેવાન સાથે મુલાકાત કરી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સુશાસન ને નવ વર્ષ પૂર્ણ થયા ને લઈને ચર્ચા કરી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા દિવાલ ઘડિયાળ આપી ને ડોક્ટર શ્રી ને સ્વાગત કર્યું અને તેઓ નો અભિપ્રાય ભારતીય જનતા પાર્ટી દ્વારા આપેલા અભિપ્રાય પત્ર માં વિશિષ્ટ વ્યક્તિઓ એ સુશાસન બાબતે લખીને પોતાનો અભિપ્રાય આપ્યો અને જણાવ્યું કે અમોને ભારતીય જનતા પાર્ટી ગમે ત્યારે આવા કાર્યકર્તા ઓના માધ્યમથી સંપર્ક માં રહે છે અને મદદરૂપ પણ થાય છે જેથી અમને ખૂબ આનંદ છે અને વારંવાર મળતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી
*દેવગઢબારિયા નગર ધાનપુર ગરબાડા દાહોદ નગર ઝાલોદ ફતેપુરા અને સિંગવડ સુધી મુલાકાત કરશે.